Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ચંદ્રયાન-રનું હવે રરમીએ અવકાશગમન

ટેકનિકલ ખામીના કારણે ૧પ જુલાઇએ પ્રક્ષેપણ થયું હતું રદ્દ

બેંગલોર, તા. ૧૮ :  ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)એ ચંદ્રયાન-૨ની ફરી એકવખત તારીખ લોન્ચ કરી દીધી. હવે આવતા સોમવારે ૨૨મી જુલાઇના રોજ બપોરે ૨.૪૩ વાગ્યે લોન્ચ કરશે. ઉલ્લેખનીય છે કે, પહેલાં ૧૫ જુલાઈએ લોન્ચ થવાનું હતુંઙ્ગપણ જીએસએલવી એમકે૧૧૧માં ક્રાયોજનિક સ્ટેજ પર અંત સમયે લીક હોવાના કારણે લોન્ચ ટાળવામાં આવ્યું હતું.

ઇસરોએ જણાવ્યું કે, એન્જિનિયર્સે ખરાબી ઠીક કરી દીધી છે અને સ્પેસ એજન્સી બે શિડ્યુલ પર ધ્યાન આપી રહી છે. સ્પેસ એજન્સીએ સોમવારના લોન્ચની આશા વ્યકત કરી હતી તે સાચી ઠરી.

દરેક લોન્ચમાં એક સમયમર્યાદા હોય છે, જેની અંદર પરિણામ મળવાની સંભાવના હોય છે, જેના માટે લોન્ચ કરવામાં આવે

છે. ૧૫ જુલાઈએ આ સમય સૌથી વધારે ૧૦ મિનિટનો હતો પણ ઈસરોની પાસે પછીના મહિનાઓમાં દરેક દિવસે એક મિનિટનો સમય છે. વૈજ્ઞાનિકો પ્રમાણે ૩૧ જુલાઈ સુધી લોન્ચ ન કરી શકવાની સ્થિતિમાં ચંદ્રયાન માટે વધારે ફ્યુલની જરૂર પડશે.

આ ઉપરાંત ચંદ્રયાનનું લક્ષ્ય એક વર્ષ સુધી ચંદ્રના ચક્કર લગાવવાનું છે, પણ યોગ્ય સમય પર લોન્ચ ન થવાને કારણે આ સમય ૬ મહિના સુધી ઘટી શકે છે. સંભવિત લોન્ચને જોતાં ૧૮ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી બપોરે ૨ વાગ્યાથી લઈ ૩.૩૦ વાગ્યા સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે

ચંદ્રયાન-૨ ચંદ્ર પર એવા સ્થળે જવાનું છે કે જયાં આજદિન સુધી કોઇ પણ દેશનું યાન નથી પહોંચી શકયું જે પણ એક પ્રકારનો ઇતિહાસ જ ગણાશે. પરીક્ષણની સાથે તેનું લેન્ડિંગ પણ એટલુ જ જોખમી છે, જે અંતીમ ૧૫ મિનિટ હોય છે તેમાં જ સૌથી વધુ ખતરો હોય છે જો તેમાંથી બહાર આવી ગયા તો આ મિશન સફળ થઇ જશે.

(3:14 pm IST)