Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

૧ર દિવસની શાંતિ પછી કાશ્મીરમાં ફરી મુઠભેડ એક આતંકવાદીનું મોતઃ ર ને ઘેરી લેવાયા છે

જમ્મુ તા. ૧૮ :.. સુરક્ષા દળોની બીકથી કાશ્મીરમાં છેલ્લા ૧ર દિવસથી આતંકવાદી મોરચે છવાયેલી શાંતિ આજે સોપોરમાં થયેલી એક મુઠભેડ સાથે ભંગ થઇ છે. જેમાં એક આતંકવાદીનું મોત થયું છે. અને બે હજુ ઘેરાયેલા છે.

બારામુલ્લા જીલ્લના સોપોર વિસ્તારમાં ગઇકાલે થયેલી મુઠભેડમાં સુરક્ષા દળોએ એક અજ્ઞાત આતંકવાદીને મારી નાખ્યો હતો. પોલીસ પ્રવકતાએ જણાવ્યું કે આ વિસ્તારમાં આતંવાદીઓ ઉપસ્થિત હોવાની પાકી બાતમી મળ્યા પછી સુરક્ષા દળોએ સોપોરના એક વિસ્તારને ઘેરી લીધો હતો. અને સર્ચ ઓપરેશન ચાલુ કર્યુ હતું. આ દરમ્યાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઝપાઝપી શરૂ થઇ ગઇ હતી.

સોપોરના એસએસપી જાવેદ ઇકબાલે જણાવ્યું કે આતંકવાદીઓ સથે મુઠભેડ હજી પણ ચાલુ છે. અત્યાર સુધીમં એક આતંકવાદીને પાડી દેવાયો છે. જેની ઓળખ અદનાન તરીકે થઇ છે. તે લશ્કર સંગઠન સાથે જોડાયેલ હતો. બીજા આતંકવાદીઓને ઘેરી લેવાયા છે અને અધિકારીઓએ સાવચેતીના પગલારૂપે સોપોર શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.

એક જૂલાઇથી અમરનાથ યાત્રા શરૂ થયા પછી આતંકવાદના મોર્ચે શાંતિ એટલા માટે છવાયેલી હતી કે લગભગ બે લાખ સૈનિકો અમરનાથ શ્રધ્ધાળુઓની સુરક્ષા માટે દરેક જગ્યાએ તહેનાત કરાયા હોવાથી આતંકવાદીઓ પોતાની બોડમાંથી બહાર ન હોતા આવી શકતાં.

જો કે પાંચ જૂલાઇએ એક આતંકવાદીએ બહાર નિકળવાનો પ્રયત્ન કર્યો હતો પણ સુરક્ષા દળોએ થોડી મીનીટોની કાર્યવાહી માં જ તેનો ખાત્મો કરી નાખ્યો હતો. ત્યાર પછી આ બીજી મુઠભેડ છે જેમાં સુરક્ષા દળોને એક આતંકવાદીને  મરવામાં સફળતા મળી ચુકી છે.

(11:37 am IST)