Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

સરકારના પાર્ટટાઇમ કર્મચારીઓને ફીકસ પગાર રૂ. ૧૪૮૦૦ ચૂકવાશે

હાઇકોર્ટના ચૂકાદાને સ્વિકારતી રાજ્ય સરકારઃ નાણા વિભાગ દ્વારા પરિપત્ર

રાજકોટ તા.૧૮ : રાજ્ય સરકારની કચેરીઓમાં ફરજ બજાવતા અંશકાલીન કર્મચારીઓના મહેનતાણામાં વધારા અંગે નાણા વિભાગે તા.૧૬ જુલાઇ ર૦૧૯ ના દિવસ નાયબ સચિવ શૈલેષ વી. પરમારની સહીથી પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છ.ે

પરિપત્રમાં જણાવાયું છે કે સરકાર દ્વારા નામ.હાઇકોર્ટના ઉકત ચુકાદાનો સ્વીકાર કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને ચુકાદાના પાલન સંદર્ભે નીચે મુજબની સુચનાઓ પરિપત્રીત કરવામાંં આવે છે.

રાજય સરકારની ખાતાના વડા/કચેરીના વડા તેમજ તેમના હેઠળની કચેરીએ ખાતે ફરજો બજાવતા આવા અંશકાલીન કર્મચારીઓ કે જેઓ તા.૧/૧/ર૦૧૯ના રોજ કે ત્યારબાદ ફરજો બજાવતા હોય તેઓને તા.૧/૧/ર૦૧૯ ની અસરથી વર્ગ-૪ ના પગાર ધોરણમાં મળવાપાત્ર લઘુત્તમ પગાર ધ્યાને લઇને તે મુજબ ફિકસ પગાર રૂ.૧૪,૮૦૦/- ચુકવવાનો રહેશે. ઉકત રકમ રૂ.૧૪,૮૦૦/ ફિકસ પગાર તરીકે ગણવાની રહેશે અને તેના ઉપર મોંઘવારી ભથ્થુ કે અન્ય કોઇપણ પ્રકારના ભથ્થા મળવાપાત્ર રહેશે નહી.

કોર્ટ કેસ સાથે સંકળાયેલ પીટીશનરોને આ લાભ આપવાનો રહેશે. તે સિવાયના સચિવાલયના વિભાગ/ખાતાના વડા/કચેરીના વડા હેઠળના આ પ્રકારના કોઇ અંશકાલીક કર્મચારીઓ હાલ સેવામાં ચાલુ હોય તો તેની સંબંધિત કચેરીએ જરૂરી ચકાસણી કરી ઉકત લાભ તેઓને મળવાપાત્ર થતો હોય તો નાણા વિભાગના પરામર્શમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની રહેશે.

અંશકાલીન કર્મચારીને છુટા કરવામાં આવેલ હોય તો જો તેઓ વયનિવૃત્તિ મર્યાદા વટાવી ગયેલ ન હોય તો તેમને સેવામાં પરત લેવાના રહેશે અને તેમને પણ તા.૧/૧/ર૦૧૯ થી આ ફીકસ પગારનો લાભ આપવાનો રહેશે.

જો ઉકત તારીખ સુધીમાં તફાવતની ચુકવણી કરવામાં નહી આવે તો તેના પર ૬ (છ) ટકા વ્યાજ ચુકવવાનો હાઇકોર્ટનો હુકમ છે. તે જોતા જો કોઇ વિભાગ/ખાતાના વડા/કચેરી દ્વારા સમયસર ચુકવણી કરવામાં નહીં આવે તો દંડનીય વ્યાજ માટે સંબંધિત અધિકારીની જવાબદારી નકકી કરવાની રહેશે. આ પ્રકારે નિયત થતો ફીકસ પગાર હવે પછી દર માસે નિયમીત રીતે ચુકવાય તે  માટે સંબંધિત વિભાગ/ખાતા/કચેરીના વડાને જણાવવામાં આવે છે તેમ પરિપત્રમાં જણાવાયું છ.ે

(11:35 am IST)