Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

''ભારતના લોકો ગરીબ છે, મોબાઇલ પણ ખરીદી શકતા નથી'': જયપુરમાં આઇફોન એકસ ખોવાઇ જતા અમેરિકન યોગા ઇન્સ્ટ્રકટરએ નિંદા કરીઃ ટુંક સમયમાં ખોવાયેલો મોબાઇલ પરત આવી જતા ઉતાવળે અભિપ્રાય આપવાનું અયોગ્ય બન્યુ

જયપુરઃ અમેરિકન યોગા ઇન્સ્ટ્રકટર કોલીન ગ્રેડી તાજેતરમાં ભારતના જયુપરની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમનો આઇફોન ખોવાઇ જતાં તેમણે ભારતના લોકોને ગરીબ ગણાવતી ટિપ્પણી સોશિઅલ મીડિયા ઉપર વહેતી કરી દીધી હતી. જેના થોડા સમયમાં જ કોઇ તેમનો ખોવાયેલો મોબાઇલ આદરપૂર્વક સોંપવા આપ્યું હતું.

જો કોલીનએ ભારતીયો વિષે ટિપ્પણી કરવામાં ઉતાવળ ન કરી હોત તો તેમનો અભિપ્રાય જુદો હોત.

તેથી ભારતના લોકોને બિનજરૂરી રીતે ઉતારી પાડી વંશીય ટિપ્પણી કરવા બદલ લોકોએ તેમની નિંદા કરવાની શરૂ કરી દીધી હતી. એટલું જ નહિં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરી દેવા અનુરોધ કર્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:05 pm IST)