Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

હવે વિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ અમેરિકામાં રોકાઈ ગયેલા વિદેશીઓ ઉપર તવાઈ : ધરપકડનો દોર પ્રાથમિક તબક્કે શરૂ થતા નાસભાગનો માહોલ : ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ચૂંટણી જીતવા માંગતા હોવાથી રાજકીય પગલું ભરી રહ્યા હોવાનો વિપક્ષોનો આક્ષેપ

વોશિંગટન : અમેરિકામાં  વિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ રોકાઈ ગયેલા અથવા તો ગેરકાયદે વિઝા ધારકોની ધરપકડ કરી તેઓને દેશનિકાલ કરવાની પ્રક્રિયા પ્રાથમિક તબક્કે શરૂ થઇ ગઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તેથી અમુક અંશે ગેરકાયદે વિઝાધારકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ખાસ કરીને ડેમોક્રેટ સાંસદોના વિસ્તારમાં વધુ ધોંસ બાલવાઈ રહી હોવાની ચર્ચા છે.તેથી ગેરકાયદે વિઝાધારકો ભૂગર્ભમાં જતા રહેવાની  કોશિશ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે 

જોકે વિપક્ષો ટ્રમ્પના આ પગલાંનો વિરોધ કરી રહ્યા છે તથા આગામી ચૂંટણીમાં પોતે જીતવા માંગતા હોવાથી ઇમિગ્રેશન કાર્ડ ખેલી સ્થાનિક પ્રજાજનોને ખુશ કરવાની તેઓ કોશિશ કરી રહ્યા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.

(1:08 pm IST)