Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ઉપરાષ્ટ્રપતિ નાયડૂ ગુજરાતી સહિત 10 ભાષામાં બોલ્યા: સાંસદો હવેથી 22 ભાષાઓ બોલી શકશે

નવી દિલ્હી :રાજ્યસભા ચેરમેન વૈંકૈયા નાઇડૂ આજે ગૃહમાં જાહેરાત કરી કે પાંચ નવી ભાષાઓનો ઉમેરો થયા પછી સંસદના ઉપલા ગૃહમાં હવે 22 ભારતીય ભાષાઓમાં સાઇમલટેનિયસ ઇન્ટરપ્રિટેશનની સુવિધા ઉપલબ્ધ છે. આ વાત સભ્યોને કહેવા માટે નાયડૂ પોતે ગુજરાતી સહિત 10 અલગ-અલગ ભાષાઓમાં બોલ્યા. તેમણે જણાવ્યું કે સભ્યો હવે ડોગરી, કાશ્મીરી, કોંકણી, સંથલી અને સિંધી ભાષામાં પણ બોલી શકશે.

(8:59 pm IST)