Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

આઝાદી પહેલા 778 મુસાફરોને લઇને ડૂબ્યું હતું મુંબઇનું ટાઇટેનિક 'રામદાસ'

મુંબઈ :ભારતની આઝાદી પહેલા 17મી જુલાઈ 1947ના સવારે 8 વાગ્યે એસ. એસ. રામદાસે મુંબઈના પ્રખ્યાત ભાઉ ચા ઢાકાથી અલીબાગ પાસે આવેલા રેવાસ જવા માટે સફરની શરૂઆત કરી હતી. જહાજ મુંબઈથી લગભગ 13 કિલોમીટર દૂર પહોંચ્યું હશે. ત્યાં જ ભારે વરસાદ-વંટોળ વચ્ચે રામદાસ એક વિશાળ મોજા સાથે ટકરાયું અને આડું થઈ ગયું. ભારતના દરિયાઈ ઇતિહાસની આ સૌથી મોટી દૂર્ઘટના હતી અને હાલ પણ છે. તેમાં 778 લોકો ડૂબી ગયા હતા.

(8:19 pm IST)