Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

હરિયાણાના ભીવાનીમાં ૩૮ હજાર લોકોએ ધરપકડ વહોરી

સતલજ-યમુના સંપર્ક નહેર નિર્માણ કરાવવા માટે

ચંડીગઢ : સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સતલજ યમુના સંપર્ક નહેર નિર્માણની માંગને લઇને ગઇકાલે ૩૮ હજાર લોકોએ ધરપકડ વહોરી હતી. હરિયાણામાં ધરપકડ આંદોલન ચલાવી રહેલ ઇન્ડીયન નેશનલ લોકદલ અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધને ભીવાનીના અનાજ બજારમાં પ્રદર્શન કર્યુ હતું. આ ગઠબંધને હરિયાણાની ભાજપ સરકારને ચેતવણી આપી હતી કે જો આ નહેર નિર્માણ માટે કોઇ ઠોસ પગલુ ન ભરાય તો ૧૭ ઓગસ્ટે ધારાસભા નહીં ચાલવા દેવાય અને ૧૮ ઓગસ્ટે હરિયાણા બંધ કરાવાશે.

બન્ને પક્ષોએ અઢી મહિનાના ધરપકડ આંદોલનની શરૂઆત ૧ મે ના રોજ ભીવાનીથી કરી હતી. જેનું સમાપન પણ ગઇકાલે ભીવાનીમાં જ કરાયું હતું. સંપર્ક નહેર નિર્માણના મુદ્દે આંદોલનને આગળ લઇ જવાની જાહેરાત ધારાસભાના વિરોધ પક્ષના નેતા અભય ચૌટાલાએ કરી હતી.

ચૌટાલાએ ધરપકડ પહેલા લોકોના હાથ ઉચા કરાવી આંદોલન આગળ લઇ જવા સમર્થન લીધુ હતું. તેમણે જણાવેલ કે આ સંપર્ક નહેરના નિર્માણ માટે કોઇપણ બલીદાન દેવા તૈયાર છીએ. નહેરનું નિર્માણ અને હરિયાણાના ભાગનું નદીનું પાણી નહીં મળે ત્યાં સુધી લડાઇ ચાલુ રહેશે.

(4:11 pm IST)