Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

હવે તમારો એકસ-રે બ્લેક એન્ડ વ્હાઇટ નહીં, પરંતુ રંગીન નીકળશે

નવતર એકસ-રે ટેકનિકથી ડોકટર કેન્સરગ્રસ્ત દર્દીનો વધુ સારી રીતે ઇલાજ કરી શકશે

નવી દિલ્હી, તા.૧૮: જો કોઇ ડોકટરને કેન્સરના દર્દીનો બ્લેક એન્ડ વ્હાઇટ એકસ-રે મળવાના બદલે કલરફૂલ એકસ-રે મળે તો શું થશે? તેનાથી ડોકટર વધુ સરળતાથી કેન્સરગ્રસ્ત કોષિકાઓને ઓળખી શકશે. આવું થશે તો આ પ્રકારની નવતર એકસ-રે ટેકનિકથી ડોકટર કેન્સરગ્રસ્ત દર્દીનો વધુ સારી રીતે ઇલાજ કરી શકશે. આમ, હવે બ્લેક એન્ડ વ્હાઇટના બદલે રંગીન એકસ-રે હવે સપનું નહીં, પરંતુ વાસ્તવિક હકીકત બની ગયું છે.

ન્યૂઝીલેન્ડની એક કંપનીએ મેડિપિકસ થ્રી-ડી ટેકનિકથી આ સિદ્ઘ કરી બતાવ્યું છે. કેન્ટરબરી એન્ડ ઓટેગો યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ પિતા-પુત્રની જોડી પ્રો. ફીલ અને એન્થોની બટલરે એક સ્કેનર બનાવ્યું છે, જેના દ્વારા રંગીન એકસ-રે નીકળે છે. બંનેએ ૧૦ વર્ષની જહેમત બાદ આ મશીન તૈયાર કર્યું છે. આ ટેકનિક યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યૂકિલયર રિસર્ચમાં વિકસિત થઇ હતી.

આ ટેકનિક કઇ રીતે કામ કરે છે?

મેડિપિકસ પાર્ટિકલ ઇમેજિંગ અને આઇડેન્ટિફિકેશન માટે તૈયાર ચિપ્સનો સેટ છે. મેડિપિકસ વાસ્તવમાં કેમેરાના કોન્સેપ્ટ પર કામ કરે છે, જે ઇલેકટ્રોનિક શટર ખૂલતાંની સાથે જ પાર્ટિકલના પિકસલને હિટ કરીને તેની ઇમેજ તૈયાર કરે છે. તે હાઇ રિઝોલ્યુશન, હાઇ કોન્ટ્રાસ્ટ અને વિશ્વસનીયતા સાથે કામ કરે છે. આ તમામ ખૂબીઓ મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિકારી છે.

હાઇબ્રિડ પિકસલ ડિટેકટર ટેકનોલોજી શરૂઆતમાં લાર્જ હેડ્રોન કોલાઇડરમાં પાર્ટિકલ ટ્રેકિંગ માટે ઉપયોગમાં લેવાઇ હતી. એકસ-રે દરમિયાન જયારે કિરણો શરીરના કોઇ અંદરના ભાગમાંથી પસાર થાય છે ત્યારે સેન્સર તેની સ્પેશિયલ વેવલેન્થ માપે છે. ત્યારબાદ સ્પેકોસ્કોપી અને એલ્ગોરિથમ દ્વારા ડેટા એકત્ર કરે છે અને પછી તેને થ્રી-ડી કલર ઇમેજમાં પરિવર્તિત કરે છે. આ ઇમેજમાં માત્ર હાડકાં જ નહીં, પરંતુ લોહી, ટિશ્યુ અને ફેટ પણ કલરફૂલ દેખાય છે. (૨૩.૧૨)

(3:40 pm IST)
  • બોરસદમાં ૧૩ તોલા સોનાની ચીલઝડપ : નકલી પોલીસના સ્વાંગમાં અમદાવાદના વેપારીને લૂંટી લેવાયો : અમદાવાદના બ્રહ્માણી જવેલર્સના વેપારીને બોરસદ ખાતે પોલીસના સ્વાંગમાં રહેલ ચીટરે થેલો તપાસવાના બહાને રૂ.૧૩ લાખના સોનાની ચીલઝડપ કરી લીધી : બોરસદના બળીયાદેવ વિસ્તારની ઘટના access_time 6:00 pm IST

  • દર વર્ષે શિક્ષણનીતિમાં ફેરફાર નહિં કરવા સરકારને હાઈકોર્ટની ટકોર : શિક્ષણની લાંબા ગાળાની નીતિ બનાવવી જરૂરી છે : વર્ષે વર્ષે શિક્ષણનીતિ બદલાવવાથી બાળકોના ભવિષ્ય પર વિપરીત અસર પડે છે : બાળકોનું હિત જોખમાય છે access_time 6:01 pm IST

  • દેશના ટોચના સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ સાથે મારકૂટ કરવાના મામલે આઠ લોકો સામે ગુન્હો દાખલ :ભાજપ કિશાન મોરચાના પ્રદેશ મંત્રી અનંત તિવારી,ભાજપ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ પ્રસન્ના મિશ્રા,ભજપના જિલ્લા મહામંત્રી બલરામ ડૂબે,પાકુડના જિલ્લા મંત્રી ગોપી ડૂબે,બજરંગદળના પિન્ટુ મંડળ,અશોક પ્રસાદ,શિવકુમાર સાહા અને બદલ મંડળના નામનો સમાવેશ access_time 1:07 am IST