Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

સમલૈંગિક સંબંધો પર સુપ્રિમ કોર્ટનો ઇશારો : રદ્દ થઇ શકે છે ધારા ૩૭૭

પ્રકૃતિની વ્યવસ્થાથી વિરૂધ્ધ જઇને કોઇ પુરૂષ મહિલા અથવા પશુ સાથે અપ્રાકૃતિક સેકસ કરે તો તેને ઉંમર કેદ અથવા દસ વર્ષ સુધીની જેલ તથા દંડ ફટકારવામાં આવશે

નવી દિલ્હી તા. ૧૮ : સુપ્રીમ કોર્ટે સમલૈગિક સંબંધોને લઇને ચાલી રહેલી સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું કે જો કોઇ કાયદો મૌખિક અધિકારોનું હનન કરે છે તો કોર્ટ કાયદો બનાવવા, સંશોધન કરવા અથવા તેને રદ્દ કરવા માટે બહુમતી ધરાવતી સરકારની રાહ જોઇ શકે નહીં, સુપ્રીમ કોર્ટમાં આ કાયદાને લઇને ક્રોસ પરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે. કોર્ટે પોતાના ચૂકાદાને અનામત રાખ્યો છે, જો કે તેના પર કરેલી ટિપ્પણીથી સંકેત મળે છે કે કોર્ટ ૩૭૭ને રદ્દ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટમાં ઇસાઇ સમુદાય તરફથી વરિષ્ઠ વકીલ મનોજ જયોર્જે સમલૈગિક સંબંધોનો વિરોધ કર્યો છે. જયોર્જે કહ્યું કે સેકસનો અર્થ માત્ર બાળકને જન્મ આપવા માટે જ નથી હોતો અને સમલૈગિક સંબંધ અપ્રાકૃતિક કેમ છે ? સાથે જ તર્ક સાથે કહ્યું કે ધારા ૩૭૭માં સંશોધન કરવા અથવા ફેરફાર ન કરવાનું કામ વિધાનસભાનું છે જયોર્જની આ દલીલ પર સુપ્રીમે અનેક સવાલો ઉઠાવતા કહ્યું કે સમલૈગિક સમુદાયના અધિકારોનું પણ સન્માન થવું જોઇએ.

નરીમને કહ્યું કે જો વેશ્યાવૃતિને કાયદેસર કરવાની મંજૂરી મળે છે તો એ કામ સાથે જોડાયેલા લોકોને સ્વાસ્થ્ય સેવા આપી શકાય છે, પરંતુ છૂપાઇને ચાલી વેશ્યાવૃતિને કારણે અનેક મુશ્કેલીઓ સામે આવે છે. તો આ દરમિયાન મનોજ જયોર્જે જાતીય અભિગમ શબ્દનો પણ હવાલો આપ્યો અને કહ્યું કે નાગરિકની ક્ષમતાના અધિકાર સાથે સંબંધિત બંધારણના અમુચ્છેદ ૧૪ અને ૧૫જ્રાક્નત્ન પ્રયુકત સેકસ શબ્દનો ઇન્ટરચેલેન્જેબલ તરીકે વાંચી શકાઇ નહીં, તેઓએ દલીલ કરી કે જાતીય અભિગમ સેકસ શબ્દથી અલગ છે, કારણ એલજીબીટીકયૂથી અન્ય ઘણા જાતીય અભિગમ છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ બે વયસ્કો વચ્ચે પરસ્પર સહમતીથી બનેલા યૌનસંબંધોને ભારતીય દંડ સંહિતાની ધારા ૩૭૭ પ્રમાણે ગુનો ન ગણવા પર સુનવણી કરી રહી છે. પાંચ જજોની બંધારણીય ખંડપીઠમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન આર નરીમાન, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા સામેલ છે. IPCની ધારા ૩૭૭માં અપ્રાકૃતિક યૌન અપરાધનો ઉલ્લેખ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે પણ પ્રકૃતિની વ્યવસ્થાથી વિરુદ્ઘ જઇને કોઇ પુરુષ, મહિલા અથવા પશુ સાથે સેકસ કરે છે તો તને ઉંમર કેદ અથવા દશ વર્ષ સુધીની જેલ તથા દંડ ફટકારવામાં આવશે.

આ પહેલા સમલૈગિકતા સાથે જોડાયેલી ધારા ૩૭૭ની બંધારણીય માન્યતા પર અગાઉની સુનાવણી દરમિયાન સરકારને આ મામલે ઉચ્ચ કોર્ટના વિવેક પર છોડ્યો હતો. સરકારે કહ્યું હતું કે કોર્ટને સમલૈગિક વિવાહ, દત્ત્।ક લેવા અથવા અન્ય નાગરિક અધિકારો પર વિચાર નહીં કરવો જોઇએ. કેન્દ્ર સરકારના વલણને ધ્યાને લઇ કોર્ટે કહ્યું હતું કે તેઓ આ મુદ્દે વિચાર નથી કરી રહી, કોર્ટે કહ્યું કે તે માત્ર પરસ્પર સહમતિથી બે વયસ્કોના યૌન સંબંધમાં કાયદાની માન્યતા જોશે.

(11:32 am IST)