Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

બોલીવુડ સુપર સ્‍ટાર સલમાન ખાનને ધમકી આપનારાથી મહારાષ્‍ટ્ર પોલીસ પુછપરછ કરી રહી છે : તે બિશ્‍નોઇ ગેંગના નિશાના પર હતો

નવી દિલ્હી,તા.18 : બોલીવૂડ સુપર સ્ટાર સલમાન ખાનને ધમકી આપનારા બિશ્નોઈ ગેંગના સભ્ય સૌરભ મહાકાલની મહારાષ્ટ્ર પોલીસ પૂછપરછ કરી રહી છે.

જેમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, બિશ્નોઈ ગેંગના હિટ લિસ્ટમાં સલમાન ખાનની સાથે સાથે બોલીવૂડ પ્રોડ્યુસર અને ડિરેકટર કરણ જોહરનુ નામ પણ સામેલ હતુ. બિશ્નોઈ ગેંગ એકટર સુશાંત સિંહ રાજપૂતના મોત માટે કરણ જોહરને જવાબદાર માને છે.

એટલે તે બિશ્નોઈ ગેંગના નિશાના પર હતો.

સૌરભે કહ્યુ હતુ કે, હું દુબઈમાં રહેતા વિક્રમ બરાર માટે કામ કરુ છું અને વિક્રમ બરાર બિશ્નોઈ ગેંગમાં મહત્વનો સભ્ય્ છે.

જોકે મહાકાલ પોલીસ પૂછપરછમાં સિધ્ધુ મુસેવાલાની હત્યામાં પોતે સંડોવાયેલો હોવાની વાત નકારી ચુકયો છે. બીજા આરોપી સંતોષ જાધવે પણ મુસાવાલાના કેસ સાથે પોતાનો સબંધ હોવાનો ઈનકાર કર્યો છે. તેનુ કહેવુ છે કે, પંજાબ પોલીસે મને મુખ્ય શૂટર ગણાવીને કેસમાં ફસાવ્યો છે.

(10:43 pm IST)