Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ભારતીય ક્રિકેટ ટીમે ચોથી ટી-ર૦ મેચમાં દક્ષિણ આફ્રિકાને ૮ર રને હરાવ્‍યું હતું : દિનેશ કાર્તિક મહેન્‍દ્રસિંહ ધોનીનો મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો

દિનેશ કાર્તિક ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે

ભારતીય ટીમે ચોથી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 82 રને હરાવ્યું. આ મેચમાં ભારત માટે સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે તોફાની ઇનિંગ રમી હતી.

આ ઇનિંગના દમ પર દિનેશ કાર્તિકે મહેન્દ્ર સિંહ ધોનીનો મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

ધોનીનો આ રેકોર્ડ તોડ્યો

દિનેશ કાર્તિકે સાઉથ આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં 27 બોલમાં 55 રન બનાવ્યા હતા, જેમાં 9 ફોર અને 2 લાંબી સિક્સ સામેલ હતી. તેણે મેદાનની ચારે બાજુ શોટ ફટકાર્યા હતા. દિનેશ કાર્તિક છઠ્ઠા અથવા નીચલા ક્રમમાં બેટિંગ કરતી વખતે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ભારતીય બની ગયો છે. પહેલા આ રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે હતો. ધોનીએ વર્ષ 2018માં સાઉથ આફ્રિકા સામે 6 નંબર પર બેટિંગ કરી 52 રન બનાવ્યા હતા.

કારકિર્દીની પ્રથમ અડધી સદી

દિનેશ કાર્તિકે વર્ષ 2006માં સાઉથ આફ્રિકા સામે ભારત માટે પ્રથમ ટી20 મેચ રમી હતી. તે મેચમાં કાર્તિકે 31 રનની ઇનિંગ રમી હતી અને તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. વર્ષ 2018માં દિનેશ કાર્તિકે નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે 8 બોલમાં 29 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેને બીજો મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે સાઉથ આફ્રિકા સામે અંતિમ મેચમાં જ દિનેશ કાર્તિકે કારકિર્દીની પ્રથમકાર્તિક શાનદાર ફોર્મમાં

દિનેશ કાર્તિક ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે આઈપીએલમાં આરસીબીને ઘણી મેચો જીતાડી છે. કાર્તિકનું ખતરનાક ફોર્મ જોઈને તેને ટીમ ઈન્ડિયામાં ફરી તક મળી છે. જો તે સાઉથ આફ્રિકા સામે સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે તો તેને T20 વર્લ્ડ કપમાં પણ તક મળી શકે છે. દિનેશ કાર્તિક ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટ રમ્યો છે  અડધી સદી ફટકારી હતી.

(10:18 pm IST)