Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

કોંગ્રેસ અધ્યક્ષ સોનયા ગાંધી એ હોસ્પિટલમાથી અગ્નિપથ યોજના સામે વિરોધ કરી રહેલ યુવાનોને શાંતિપૂર્ણ લોક તાંત્રિક રીતે વિરોધ કરવા વિનંતી કરી .

સોનયા ગાંધીના મેસેજને જયરામ રમેશે ટ્વિટ કર્યો છે .

નવી દિલ્હી, તા. 18 જૂન 2022, શનિવાર ":કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ હોસ્પિટલમાંથી દેશના યુવાનોના નામે એક મેસેજ પાઠવ્યો છે. આ મેસેજમાં સોનિયા ગાંધીએ અગ્નિપથ યોજના (Agneepath Scheme)ના વિરોધમાં પ્રદર્શન કરનારા યુવાનોને શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક રીતે પ્રદર્શન કરવાની વિનંતી કરી છે.

તેમણે કહ્યું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ યુવાનો સાથે ઊભું છે. સોનિયા ગાંધીએ પોતાના મેસેજમાં લખ્યું કે, તમે ભારતીય સેના (Indian Army)માં ભરતી થઈને દેશની સેવાનું મહત્વપૂર્ણ કાર્ય કરવાની આશા રાખો છો. સેનામાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં છેલ્લા 3 વર્ષથી સેના ભરતી (Army Recruitment)ન થવાનું દુ:ખ હું સમજી શકું છું. એરફોર્સમાં ભરતીની પરીક્ષા આપીને રિઝલ્ટ અને પસંદગીની રાહ જોઈ રહેલા યુવાનો સાથે મારી પૂરી સહાનુભુતિ છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આ મેસેજને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યો છે. આ મેસેજમાં કોંગ્રેસ પાર્ટી યુવાનોને સમર્થન આપતી નજર આવી રહી છે. સોનિયા ગાંધીએ પોતાના મેસેજમાં આગળ લખ્યું કે, મને દુઃખ છે કે, સરકારે તમારા અવાજને અવગણીને નવી સેના ભરતી યોજનાની જાહેરાત કરી જે સંપૂર્ણપણે દિશાહીન છે. તમારી સાથે-સાથે અનેક પૂર્વ સૈનિકો અને સંરક્ષણ નિષ્ણાતોએ પણ તેના પર સવાલ ઉઠાવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તમારી સાથે છે અને આ યોજનાને પાછી ખેંચવા અને તમારા હિતોની રક્ષાનું વચન આપે છે.

અમે એક સાચા દેશ ભક્તની જેમ અહિંસા, સંયમ અને શાંતિના માર્ગ પર ચાલીને સરકાર સામે તમારો અવાજ ઉઠાવીશું. હું તમને અનુરોધ કરું છું કે, પોતાની યોગ્ય માંગો માટે શાંતિપૂર્ણ અને અહિંસક રીતે આંદોલન કરો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તમારી સાથે છે.

મંગળવારે કેન્દ્ર સરકારે સેના ભરતીની નવી યોજના અગ્નિપથ લોન્ચ કરી હતી. ત્યારબાદ દેશના વિભિન્ન રાજ્યોમાં યોજનાના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં પ્રદર્શનકારીઓએ ટ્રેનો અને સરકારી વાહનોમાં આગ ચાંપી દીધી હતી. આજે શનિવારે પટનામાં પણ ઉગ્ર પ્રદર્શન થયું હતું ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશના યુવાનો માટે મેસેજ પાઠવ્યો છે.

(10:00 pm IST)