Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સેના નોકરીનું માધ્યમ નથી… CDS બિપિન રાવતના એક જૂના ભાષણનો વિડીયો વાયરલ થયો

ઘણા નવયુવાનો મારી પાસે આવે છે અને કહે છે કે જી મારે સેનામાં નોકરી જોઇએ છે. હું તેમને કહું છું કે ભારતીય સેના નોકરીનું માધ્યમ નથી. જો કોઇ નોકરી કરવી હોય તો રેલવેમાં જતું રહેવું જોઇએ કોઇ બિઝનેસ કરી લો. પરંતુ સેનાને નોકરીનું માધ્યમ ન સમજો: બિપિન રાવત

નવી દિલ્હીઃ અગ્નિપથ યોજના વિરૂદ્ધ દેશના ઘણા રાજ્યોમાં થઇ રહેલા હોબાળા અને આગચંપીના બનાવો વચ્ચે CDS બિપિન રાવતના એક જૂના ભાષણનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 13 ડિસેમ્બર 2018 માં એક કાર્યક્રમને સંબોધિત કરતાં બિપિન રાવતે કહ્યું કે યુવાનોને સેનાને નોકરીનું માધ્યમ ન સમજવું જોઇએ. તેના માટે મનમાં જુસ્સો હોવો જોઇએ.
સેનાધ્યક્ષે કહ્યું કે ‘ઘણા નવયુવાનો મારી પાસે આવે છે અને કહે છે કે જી મારે સેનામાં નોકરી જોઇએ છે. હું તેમને કહું છું કે ભારતીય સેના નોકરીનું માધ્યમ નથી. જો કોઇ નોકરી કરવી હોય તો રેલવેમાં જતું રહેવું જોઇએ કોઇ બિઝનેસ કરી લો. પરંતુ સેનાને નોકરીનું માધ્યમ ન સમજો. તેમણે આ વાત એક કાર્યક્રમમાં કહી જેમાં દક્ષિણી કમાન, દક્ષિણી પશ્વિમી કમાન અને કેન્દ્રીય કમાનના 600 સેવારત અને સેવાનિવૃત વિકલાંગ જવાનો હાજર હતા.
બિપિન રાવતે કહ્યું કે મોટાભાગે જોવા મળ્યું છે કે લોકો ભારતીય અસેનાને એક રોજગારનું માધ્યમ ગણે છે. નોકરી પ્રાપ્ત કરવાનું માધ્યમ. હું તમને ચેતાવણી આપું છું કે તમે દિગામમાંથી આ ભ્રમણા દૂર કરી દેજો. સેના રોજગારનું માધ્યમ નથી. જો તમે સેનામાં સામેલ થવા માંગો છો તો તમારે શારિરીક અને માનસિક મજબૂતી બતાવવી પડશે. તમારી અંદર કઠીનાઇઓનો સામનો કરવાની ક્ષમતા હોવી જોઇએ. જ્યાં રસ્તો નથી મળતો ત્યાં રસ્તો શોધવાની કાબિલિયત હોવી જોઇએ. ત્યારે જ તમે સાચા અર્થમાં ભારતીય સેનાના જવાન કહેવાશો.
સેનાને 2018 ને ‘ડ્યૂ લાઇનમાં અસક્ષમ સૈનિના વર્ષ’ તરીકે જાહેર કરેલ છે. જનરલ બિપિન રાવતે કહ્યું કે જે જવાન અને અધિકારી અક્ષમતાનું બહાનું કરશે તેમને કાર્યવાહીનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે હું સૈનિકો અને અધિકારીઓનો એક વર્ગ જોયો છે જે પોતાને આ આધાર પર અક્ષમ ગણાવે છે કે હાઇ બ્લડપ્રેશ, હાઇપરટેંશન અને ડાયાબિટીસથી પીડિત છે. આ આધાર પર તે મુશ્કેલ જગ્યા પર તૈનાતીથી બચી જાય છે.

(6:04 pm IST)