Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

જાપાનમાં ધરતી ધ્રુજી : 6.8 તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર : બે બુલેટ ટ્રેનની સેવા ઠપ્પ

ભૂકંપનું કેન્દ્ર યામાગાતામાં : જમીનથી 10 કી,મી, નીચે : યામાગાતા, નિગાટા અને ઇશીકાવામાં 1 મીટર ઉંચી સુનામીની ચેતવણી

 

નવી દિલ્હી :જાપાનમાં જોરદાર ભૂકંપથી ઘરતી ધ્રુજી ઉઠી છે  જાપાનમાં  જોરદાર ભૂકંપ આવ્યો છે. ભૂકંપને પગલે સ્થાનિય મોસમ વિભાગે દેશમાં સુનામીની ચેતવણી જાહેર કરી છે. અધિકારીઓએ કહ્યું હતું કે સમુદ્રમાં ચાર ફૂટ ઉંચી લહેરો ઉઠી શકે છે .

  જાપાનના મોસમ વિભાગના અધિકારીઓના મતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર યામાગાતા છે. રિપોર્ટ પ્રમાણે ભૂકપનું કેન્દ્ર બિંદુ જમીનથી 10 કિલોમીટર નીચે છે. વિસ્તાર સકાતા શહેરથી 50 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં છે.

 એજન્સીઓએ ઉત્તર પશ્ચિમ સમુદ્ર તટ યામાગાતા, નિગાટા અને ઇશીકાવામાં 1 મીટર ઉંચી સુનામીની ચેતવણી જાહેર કરી છે. સમાચાર એજન્સી બ્લૂમબર્ગે જણાવ્યું છે કે સુનામીની આશંકા જોતા બે બુલેટ ટ્રેનની સેવા ઠપ્પ કરી દેવામાં આવી છે.

પહેલા સોમવારે ચીનનાં સિયુઆન પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો. જેમાં અત્યાર સુધી 13 લોકોના મોત થયો છે અને 199 લોકો ઇજાગ્રસ્ત છે. ચીનમાં આવેલ ભૂકંપી તીવ્રતા 6.0ની હતી

(10:29 pm IST)