Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

હવે ચેન્નાઈમાં બસની છત પરથી મુસાફરી કરતા ૨૪ વિદ્યાર્થીઓ પટકાયા : વિડિઓ થયો વાયરલ

ચેન્નઇ,તા.૧૮: ગઈકાલે અમદાવાદમાં સ્કૂલવાનથી ત્રણ વિદ્યાર્થીઓ પટકાયાની દ્યટના બની હતી ત્યારે ચેન્નઇમાં બસની છત પર મુસાફરી કરતા ૨૪ વિદ્યાર્થીઓ પટકાયા હતા જેનો વિડિઓ વાયરલ થયો છે.

આ અંગે મળતી વિગત મુજબ ગઇકાલે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ડે ની ઉજવણી દરમિયાન બસ ડે સેલિબ્રેટશન કરવામાં આવી રહ્યું હતું. જેથી ચેન્નઇમાં વિદ્યાર્થીઓ બસ અને તેની છત પર પણ સવાર થઇ ગયા હતા અને બસના ચાલકે અચાનક બ્રેક મારતા વિદ્યાર્થીઓ બસની છત પરથી રોડ પર પટકાયા હતા. સદનસિબે બસ ઉભી રહી જતા આ તમામ વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો. પોલીસે આ મામલે ૨૪ વિદ્યાર્થીઓની અટકાયત કરી છે.

(3:54 pm IST)
  • ડોકટરોની સલામતી અંગે સુપ્રિમકોર્ટમાં સુનાવણી : સરકારી હોસ્પિટલોમાં ડોકટરોની સલામતી અંગે સુપ્રિમકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ રહી છે. access_time 1:04 pm IST

  • વાવાઝોડાનો ભય ટળતા કંડલા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો ઉપરથી ભયજનક સિગ્નલ દૂર કરાયા : વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો છે અને પવન પણ મંદ પડયો છે ત્યારે કચ્છના કંડલા, મુંદ્રા સહિત સૌરાષ્ટ્રના દરીયા કિનારા ઉપર ભયજનક સિગ્નલ દૂર કરી દેવામાં આવ્યુ છે અને તમામ કામગીરી પૂર્વવત થઈ રહી છે access_time 1:36 pm IST

  • જૂનમાં સામાન્‍યથી ૪૦ ટકા ઓછો વરસાદ પડશે : હવામાનની એજન્‍સી સ્‍કાયમેટે જણાવ્‍યુ છે કે બે થી ત્રણ દિવસમાં ઉત્તર ભારતમાં વરસાદ શરૂ થશે : અત્‍યાર સુધીમાં મધ્‍ય ભારતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો access_time 4:38 pm IST