Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

WTO નો મોદી સરકારને સવાલ

કેવી રીતે કરશો ખેડુતોની આવક ડબલ !

નવી દિલ્હી, તા. ૧૮ : ચૂકવણીના પ્રકારને લઇને WTO ના નિયમ દ્યણા કડક છે. આ સભ્ય દેશોની સરકાર અન્ય દેશો પર નજર રાખે છે. જેથી ભ્રષ્ટાચાર ન કરી શકે. 25-26 જૂને યોજાનારી બેઠક માટે પ્રસ્તુત કરવામાં આવેલ 62 પેજમાં કરવામાં આવેલ સવાલોમાં સ્પષ્ટીકરણના આગ્રહોથી લઇને ગેરકાનૂની તરીકે કરવામાં આવેલ ચૂકવણીને લઇને લગાવવામાં આવેલ આરોપ પણ સામેલ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બંને નેતાઓએ ખેડૂતોની આવક વધારવાની પ્રાથમિકતા દર્શાવી છે. ભારતની વાત કરીએ તો, પીએમ મોદીને ભારતની ખેડૂત આધારિત અર્થવ્યવસ્થામાં મંદીનો સામનો કરવો પડી રહ્યો છે.

યૂરોપીયન યૂનિયન (EU)ને ભારત સાથે સ્પષ્ટ કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 1000 ખરબ રૂપિયાની યોજનાઓ હેઠળ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવા માટે 250 ખરબ રૂપિયા (357.5 અરબ અમેરિકી ડોલર) ખર્ચ કરવાનો પ્રસ્તાવ છે. EU ને પૂછ્યું છે કે, ઉત્પાદનોના વૈશ્વિક બજાર મૂલ્યો તથા આવશ્યકતાથી વધારે ઉત્પાદનને રોકવા માટે ઉઠાવેલા પગલા આધારિતે એ કેવી રીતે કરવામાં આવશે''?

(3:33 pm IST)