Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ડોક્ટર્સ પર હુમલો કરવો ભારે પડશે ; 5 લાખનો દંડ અથવા 10 વર્ષ સુધીની કેદની સજા ફટકારાશે

આઈએમએફ આ અપરાધ માટે સાત વર્ષની જેલની સજાની માંગ કરે છે.

નવી દિલ્હી :પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો પર હુમલા પછી તેમની સુરક્ષા માટે કાનૂન બનાવવાની માંગ તેજ થઈ ગઈ છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને રાજ્યોના મુખ્યમંત્રીઓને લખેલા પત્રમાં જણાવ્યું કે ડોક્ટરોની સુરક્ષા માટે કાનૂન બનાવવામાં આવે. આ પહેલા જણાવ્યુ હતું કે ડોક્ટરોની સુરક્ષા માટે એક કાનુનનો ડ્રાફ્ટ તૈયાર કરવાના મુદ્દા પર સરકાર ફરીથી વિચાર કરશે.

  મેડિકલ સર્વિસ પર્સન્સ અને મેડિકલ સર્વિસ ઈંસ્ટીટ્યૂશંસ અધિનિયમ, 2017ના ડ્રાફટ અધિનિયમમાં ડોક્ટરોની વિરૂદ્ધ હિંસા માટે 10 વર્ષની જેલની સજા અને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જ્યારે આઈએમએફ આ અપરાધ માટે સાત વર્ષની જેલની સજાની માંગ કરે છે.

ડ્રાફ્ટેડ કાયદો, આઈએમએફ દ્વારા વર્ષ 2017મા મંત્રાલયને આપવામાં આવ્યો હતો. તેમાં ડોક્ટરોની સુરક્ષા માટે એક કેંદ્રિય કાયદાની માંગ કરી હતી, અને કોલકતામાં એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ઘટનાને ધ્યાનમાં રાખી ફરીથી ઉઠાવવામાં આવ્યો છે.

(1:02 pm IST)