Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

બિહારમાં ચમકી તાવનો કહેર : સીએમ નીતીશકુમાર પહોંચ્યા હોસ્પિટલ : સ્થિતિની કરી સમીક્ષા : લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન

બિહારમાં બાળકોના મોત નહીં પણ હત્યા કરાયાનો આરજેડીનો આક્ષેપ

બિહારમાં ગંભીર તાવના કારણે ૧૦૦થી વધારે બાળકોના મોત બાદ સીએમ નીતિશ કુમારે મુજફ્ફરપુરમાં આવેલી હોસ્પિટલની મુલાકાત લીધી હતી  અને બાળકોની સારવાર અંગે હોસ્પિટલના ડોક્ટર્સ સાથે સમીક્ષા બેઠક કરી હતી. બિહારમાં છેલ્લા ૧૮ દિવસથી બાળકોના ગંભીર તાવના કારણે મોત થઈ રહ્યા છે. જેથી નીતિશ સરકાર વિરોધીઓના નિશાને આવી છે

  નીતીશકુમારની હોસ્પિટલની મુલાકાત વેળાએ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે અને ભારે સુત્રોચાર કર્યા હતા આરજેડી નેતા મનોજ ઝાએ બાળકોના મોત મામલે જણાવ્યુ હતુ કે, બિહારમાં બાળકોના મોત થઈ રહ્યા છે. ત્યારે સરકાર પણ આ મામલે ગંભીર નથી. બિહારમાં બાળકોના મોત નહીં પણ હત્યા કરવામાં આવી છે

   આ અગાઉ નીતીશ કુમારે આ મામલે દુ:ખ વ્યક્ત કર્યું છે અને દાવો કર્યો છે કે સરકાર બની શકે તે દરેક પ્રકારના પ્રયાસ કરી રહી છે. આ બિમારી અન્ય રાજ્યોમાં પણ ન પહોંચે માટે બિહારની આસપાસના રાજ્યોમાં સાવચેતીના ભાગરુપે પ્રશાસન દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે.એક્યુટ એન્સેફલીટિસ સીન્ડ્રોમ તરીકે ઓળખાતા આ તાવને કારણે વ્યક્તિના મગજમાં સુજી જાય છે. આ તાવ વાયરલ ઇન્ફેક્શનને કારણે થાય છે. જેને પણ આ તાવ આવે છે તેને શરીર પર મોઠી અસર થઇ શકે છે.

(12:30 pm IST)