Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

હવે ચેન્નાઈમાં બસની છત પરથી મુસાફરી કરતા 24 વિદ્યાર્થીઓ પટકાયા : વિડિઓ થયો વાયરલ

ચાલકે અચાનક બ્રેક મારતા વિદ્યાર્થીઓ બસની છત પરથી રોડ પર પટકાયા

ચેન્નઇ: ગઈકાલે અમદાવાદમાં સ્કૂલવાનથી ત્રણ વિદ્યાર્થીઓ પટકાયાની ઘટના બની હતી ત્યારે  ચેન્નઇમાં બસની છત પર મુસાફરી કરતા 24 વિદ્યાર્થીઓ પટકાયા હતા જેનો વિડિઓ વાયરલ થયો છે

  આ અંગે મળતી વિગત મુજબ ગઇકાલે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ડે ની ઉજવણી દરમિયાન બસ ડે સેલિબ્રેટશન કરવામાં આવી રહ્યું હતું. જેથી ચેન્નઇમાં વિદ્યાર્થીઓ બસ અને તેની છત પર પણ સવાર થઇ ગયા હતા અને બસના ચાલકે અચાનક બ્રેક મારતા વિદ્યાર્થીઓ બસની છત પરથી રોડ પર પટકાયા હતા. સદનસિબે બસ ઉભી રહી જતા આ તમામ વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો. પોલીસે આ મામલે 24 વિદ્યાર્થીઓની અટકાયત કરી છે.

(12:25 pm IST)