Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

વિશ્વમાં 'ઓછા પરંતુ નવા' પરમાણુ શસ્ત્રો છે

સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં ઘટસ્ફોટઃઅમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાંસ, ચીન, ભારત, પાકિસ્તાન, ઈઝરાયેલા અને ઉત્તર કોરિયા પાસે લગભગ ૧૩૮૬૫ પરમાણુ હથિયાર હતા

સ્ટોકહોમ, તા.૧૮: વિશ્વમાં એક તરફ પરમાણું હથિયાર નષ્ટ કરવાનું અભિયાન ચાલે છે, પરતુ વાસ્તવિકતા બિલકુલ જુદી છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ(સિપરી)ના અનુમાન અનુસાર, ૨૦૧૯ની શરુઆતમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાંસ, ચીન, ભારત, પાકિસ્તાન, ઈઝરાયેલા અને ઉત્તર કોરિયા પાસે લગભગ ૧૩૮૬૫ પરમાણુ હથિયાર હતાં. આ સંખ્યા ૨૦૧૮ના શરુઆતની તુલનામાં ૬૦૦ ઓછી છે.

આ સાથે પરમાણુ હથિયાર ધરાવતા આ દેશો હજુયે પોતાના પરમાણુ-શસ્ત્રોનું આધુનિકીકરણ કરી રહ્યાં છે. જેમાં ચીન, ભારત અને પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા વધારી રહ્યાં છે.

સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ(સિપરી)ના પરમાણુ હથિયાર નિયંત્રક કાર્યક્રમના ડાયરેકટર શૈનન કાઈલે એ જણાવ્યું કે, વિશ્વ ઓછા પરંતુ નવા હથિયાર રાખવા ઈચ્છે છે. તાજેતરના વર્ષોમાં પરમાણુ હથિયારોની સંખ્યા ઓછી છે, એનો શ્રેય મુખ્ય રીતે અમેરિકા અને રશિયાને આપવો જોઈએ, જેમની પાસે વિશ્વના કુલ પરમાણુ હથિયારોની સંખ્યાના ૯૦ ટકા છે.

આ અમેરિકા અને રશિયા વચ્ચે ૨૦૧૦માં નવી 'સ્ટાર્ટ' સંધિના કારણ શકય થયું છે, જે અંતર્ગત હથિયારની સંખ્યા મર્યાદિત રાખવાની જોગવાઈ છે. સાથે જ એમાં શીત-યુદ્ઘ સમયના જૂના હથિયારો ખતમ કરવાની જોગવાઈ છે.

હવે અમેરિકા-રશિયા વચ્ચેની સ્ટાર્ટ સંધિ ૨૦૨૧માં ખતમ થવાની છે. એવામાં ડાયરેકટર શૈનન કાઈલેના કહેવા અનુસાર, આ ચિંતાનજક બાબત છે. કારણ કે વર્તમાનમાં આ સંધિને આગળ ચાલું રાખવા અંગે હાલ કોઈ ગંભીર ચર્ચા થઈ રહી નથી.

(11:15 am IST)