Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ થાય તેવા સંજોગો

કોરોના સંક્રમણ વધતા તંત્ર હરકતમાં : બેઠકોનો ધમધમાટ શરૂ : આખરી નિર્ણય શ્રાઇન બોર્ડની બેઠકમાં

શ્રીનગર તા. ૧૮ : સમુદ્રથી ૩૮૮૮ મીટરની ઉંચાઇ પર આવેલ શ્રીઅમરનાથની પવિત્ર ગુફાની વાર્ષિક યાત્રા પર ફરી એકવાર કોરોનાએ સંકટ ઉભુ કર્યુ છે. આ વર્ષે પણ યાત્રા રદ કરવા પ્રશાસન દ્વારા ગંભીરતાથી વિચારણા શરૂ કરાઇ છે. આ અંગેનો અંતિમ નિર્ણય ઉપરાજયપાલ મનોજસિંહની અધ્યક્ષતામાં મળનારી શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની મીટીંગમાં જાહેર કરાશે.

બોર્ડના કેટલાક સભ્યો ઉપરાંત રાજય પ્રશાસનનો એક વર્ગ હેલીકોપ્ટર દ્વારા લીમીટેડ સંખ્યામાં શ્રધ્ધાળુઓને પવિત્ર ગુફાના દર્શન કરવાની પરવાનગી આપવાની વાત પર ભાર મુકી રહ્યો છે.

અમરનાથ દર્શન યાત્રા માટે શ્રધ્ધાળુઓનું રજીસ્ટ્રેશન પહેલી એપ્રિલથી શરૂ કરી દેવાયુ હતુ. દેશના અન્ય ભાગોની જેમ કાશ્મીરમાં પણ કોરોના સંક્રમણ વધવા લાગતા રર મી એપ્રિલથી આ રજીસ્ટ્રેશન અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવાયુ છે.

આ વર્ષે ૨૮ મી જુનથી શરૂ થનારી અમરનાથ યાત્રા રર ઓગષ્ટના સમાપન થવાની હતી. પરંતુ હાલ કોરોના સંક્રમણને લઇને યાત્રા સ્થગિત કરવી પડે તેવા સંજોગો સર્જાયા હોવાનું જાણવા મળે છે.

(3:13 pm IST)