Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

વેશ્વિક બજારમાં સોના-ચાંદીમાં ઉંચી સપાટીએથી નરમાઇ : અમેરિકન સત્રમાં વેચવાલી વધતા કિંમતી ધાતુમાં દબાણ

સોનું ઊંચા મથાળેથી ૩૧.૮૭ ડોલર ઘટી ગયું:ચાંદી ઊંચા મથાળેથી ૭૭ સેન્ટ નીચે ગગડી

નવી દિલ્હી : એશીયાઇ અને યુરોપના બજારમાં સોનાના ભાવ પાંચ સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ અમેરિકન સત્રમાં તેમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે અને આજની બધી વૃદ્ધિ ગુમાવી ભાવ ઘટાડા તરફ આગળ વધી રહ્યા છે. ચાંદીમાં પણ ભાવ આગલા બંધ કરતા વધેલા છે પણ તે ઉંચી સપાટીથી સરકી રહ્યા છે. ચાંદીના ભાવ એક તબક્કે ૧૧ મહિનાની ઉંચી સપાટીએ હતા. હાજરમાં સોનાના ભાવ સાથ વર્ષની ઉંચી સપાટીએ જોવા મળ્યા હતા.

વૈશ્વિક બજારમાં સોનાનો જુન વાયદો આજે એક તબક્કે ૧૭૭૫.૮૦ ડોલરની ઉંચાઈએ પહોંચ્યા પછી ત્યારે આગ બંધથી ૧.૦૬ ટકા કે ૧૮.૭૦ ડોલર ઘટી ૧૭૩૭.૬૦ ડોલરની સપાટીએ છે. એટલે કે ઊંચા મથાળેથી તેમાં ૩૮.૧ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. હાજરમાં સોનું સાત વર્ષની ઉંચી સપાટી ૧૭૬૫.૪૩ ડોલર પહોંચ્યા પછી અત્યારે આગલા બંધથી ૦.૫૮ ટકા કે ૧૦.૧૧ ડોલર ઘટી ૧૭૩૩.૫૬ ડોલરની સપાટી ઉપર છે. હાજરમાં સોનું ઊંચા મથાળેથી ૩૧.૮૭ ડોલર ઘટી ગયું છે.

સોનાની જેમ ચાંદીમાં પણ, ઉંચે મથાળેથી તીવ્ર ઘટાડો છે. ચાંદી જુલાઈ વાયદો એક તબક્કે ૧૭.૯૯ ડોલર થયા પછી અત્યારે ૧૭.૨૨ ડોલર એટલે કે ઊંચા મથાળેથી ૭૭ સેન્ટ નીચે છે. હાજરમાં ચાંદી દિવસની ઉંચી સપાટી ૧૭.૫૭ ડોલર સામે અત્યારે ૬૨ સેન્ટ ઘટી ૧૬.૯૬ ડોલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

(9:37 pm IST)