Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

પીએમ મોદી ૩૧મેએ લોકડાઉન -૪ના અંત સાથે 'મન કી બાત' કરશે

વડાપ્રધાને નાગરિકો પાસે લોકડાઉન બાદના ભવિષ્યની રણનીતિ માટે સુચનો પણ માંગ્યાં

નવી દિલ્હી, તા.૧૮:  દેશને કોરોના મહામારીના સંક્રમણથી બચાવવા માટ લોકડાઉનના ચોથા તબક્કાની શરૂઆત આજથી કરી દેવામાં આવી છે. લોકડાઉનનો ચોથો તબક્કો આગામી ૩૧ મેના રોજ ખતમ થઈ રહ્યો છે.

આ દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેશની જનતા સાથે 'મન કી બાત' પણ કરશે. એવા સંજોગોમાં આશા વ્યકત કરવામાં આવી રહી છે કે, પીએમ મોદી આ દિવસે 'મન કી બાત'ના માધ્યમથી કોરોના મહામારી પર દેશની સ્થિતિ ઉપર પણ વિસ્તૃત ચર્ચા કરશે.

સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૩૧ મેના રોજ મન કી બાતના માધ્યમથી દેશવાસીઓને સંબોધન કરશે.

વડાપ્રધાન મોદીએ નમો એપ અને જીઓવી પર દેશવાસીઓ પાસેથી સુચનો પણ માંગ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આ દિવસે જ લોકડાઉનનો ચોથો તબક્કો ખતમ થઈ રહ્યો છે. એવામાં પીએમ મોદીેએ દેશના નાગરિકો પાસે ભવિષ્યની રણનીતિને લઈને સુચનો પણ માંગ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ દેશને લઈ કોઈ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે એવા સમયે દેશના નાગરિકો પાસેથી તેમના સુચનો મંગાવે છે. જો તમે પણ 'મન કી બાત'માં તમારા કોઈ સુચનો આપવા માંગતા હો તો ૧૮૦૦- ૧૧-૭૮૦૦ નંબર પર તમારી વાત- સુચન-મંતવ્ય આપી શકો છો.

(4:16 pm IST)