Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

કોરોના વાયરસની વેકિસન તૈયાર થાય કે ન થાય, અમેરિકા ફરી ખુલશે : ટ્રમ્પ

વોશિંગ્ટન તા. ૧૮ : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોનાની વેકિસન તૈયાર થાય કે ના થાય, અમેરિકા ફરીથી ખુલશે, તે સાથે જ તેમણે ઘોષણા કરી કે વર્ષો અંત સુધી કોરોના વાયરસની વેકિસન તૈયાર કરવાનો ઉદ્દેશ્ય છે.

બીબીસીએ પોતાની રિપોર્ટમાં કહ્યું કે તેમણે વેકિસન પ્રોજેકટ ઓપરેશન વોર્પ સ્પિડની તુલના દ્વિતિય વિશ્વ યુધ્ધ દરમિયાન દુનિયાનાં પહેલા પરમાણું હથિયારો બનાવવાનાં પ્રયાસો કર્યા.

જો કે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે વેકિસન વગર પણ અમેરિકન લોકોને જોઇએ કે તે પોતાના જીવનમાં સામાન્યરૂપે કામ શરૂ કરે ઘણા નિષ્ણાતોને આ બાબત પર શંકા છે કે કોરોના વાયરસની રસીને એક વર્ષનાં સમયગાળામાં તૈયાર કરી શકાય છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસનાં રોઝ ગાર્ડનમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પરિયોજના ૧૪ વેકિસન કેન્ડિડેટ પર રિસર્ચ અને એપ્રુવલની સાથે શરૂ થશે.

તેમણે એક વેકિસન શોધવાની અને તેને વિતરીત કરવા માટે સરકારી અને ખાનગી ક્ષેત્રનાં વચ્ચે ભાગીદારીની વાત કહી, અને ઓપરેશનનું નેતૃત્વ કરવા માટે સેનાનાં એક જનરલ અને એક પુર્વ હેલ્થકેર એકઝીકયુટીવનું નામ જણાવ્યું.

(11:49 am IST)