Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ટીડીએસની જાણકારી નહિ આપો તો રોજનો રૂ,200નો ટેક્સ આપવો પડશે :ઇન્કમ ટેક્સ વિભાગની ચેતવણી

ટીડીએસ ફાઇલ કરવાની અંતિમ તારીખ થી મોડું થતાં દરરોજ 200 રૂપિયા પ્રમાણે દંડ

નવી દિલ્હી: ઇન્કમટેક્સ વિભાગે સ્ત્રોત પર ટેક્સની કપાત એટલે કે ટીડીએસ કાપનારને ચેતાવ્યા છે કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં કાપવામાં આવેલા ટીડીએસની જાણકારી 31 માર્ચ ફાઇલ કરો નક્કી તારીખ સુધી ડીટીએસની જાણકારી આપવામાં નિષ્ફળ રહેલા પર 200 રૂપિયા દરરોજ મુજબ ટેક્સ આપવો પડશે. સીબીડીટીએ અંગે સમાચાર પત્રોમાં જાહેરાત આપી છે.

   ઇન્કમટેક્સ વિભાગે જે આદેશ કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકનો ટીડીએસ ફાઇલ કરવાની અંતિમ તારીખ કરવામાં મોડું થતાં દરરોજ 200 રૂપિયા પ્રમાણે દંડ લાગશે. આગળ કહેવામાં આવ્યું છે કે જે કપાતકર્તાઓ એટલે કે નિયોક્તાએ ટેક્સની કપાત કરી છે અને નક્કી તારીખ સુધી તેને જમા કરાવ્યા તો તે તાત્કાલિક તેને જમા કરે.

   તેના માટે તેમને પોતાને ઇન્કમ ટેક્સ વિભાગની આધિકારિક વેબસાઇટ 'www.tdscpc.gov.in' પર નોંધણી કરવી પડશે. વિભાગે નિયોક્તાને ટીએએન યોગ્ય ભરવા અને ડીટીએસની ચૂકવણી કરનારાના પેન નંબર યોગ્ય ભરવાની સલાહ આપી છે જેથી તે સરળતાથી 'ટેક્સ ક્રેડિટ' પ્રાપ્ત કરી શકે. ટીડીએસની જાણકારીમાં પાન અને ટીએએન સંખ્યા હોવાનો દંડ લગાવી શકે છે.

ઇન્કમ ટેક્સ વિભાગના નિયમો અનુસાર કપાતકર્તા કર્મચારીના વેતનમાંથી ટીડીએસ કાપે છે અને તેને દર ત્રણ મહિને એટલે ત્રણ મહિનાનું વિવરણ ઇન્કમ ટેક્સ વિભાગ સાથે શેર કરવાનું હોય છે.

(1:20 am IST)