Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

તેજ પ્રતાપ યાદવ અને એમની પત્ની ઐશ્વર્યા રાયની સાયકલ સવારી સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી તસ્વીર : તેજ પ્રતાપે સફેદ ઝભ્ભો પહેર્યો હતો તો ઐશ્વર્યાએ નારંગી સાડી પહેરી છે

રાજદના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના પુત્ર અને બિહારના બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવ અને એમની પત્ની ઐશ્વર્યા રાયની સાયકલ સવારીની તસવીરો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો ખુદ એમણે જ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.લગ્ન બાદ ઐશ્વર્યા સાથે સમય વિતાવી રહ્યા છે.તેજ પ્રતાપે સફેદ ઝભ્ભો પહેર્યો હતો તો ઐશ્વર્યાએ નારંગી સાડી. બંનેની આ તસવીર ક્યૂટ લાગી રહી છે.

   તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર 5000થી પણ વધુ લાઈક મળી ચૂકી છે. તેજપ્રતાપે રાજદ ધારાસભ્ય ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા રાય સાથે સાત ફેરા ફર્યા છે. આ લગ્નની સાથે જ બિહારના બે રાજનૈતિક પરિવારની મિત્રતા રિશ્તેદારીમાં બદલાઈ ગઈ છે.

(12:00 am IST)