Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ભારે વરસાદ બાદ દુબઇના ગ્રીન આકાશમા ફોટોએ ચર્ચા જગાવી

ગ્રીન આકાશને લોકો ભવિષ્યની આફત માટે ખતરનાક સમજે છે તો કેટલાક લોકો ગ્રીન આકાશને કેટલાક યુઝર્સ કલાઉડ સીડિંગનું આંચકાજનક પરિણામ ગણી રહયા છે

દુબઇમાં છેલ્લા ૭૫માં સૌથી વધુ વરસાદ થતા હવામાનશાસ્ત્રીઓ પરેશાન છે. કેટલાક શોપિંગ મોલ પણ પાણીમાં ડૂબી ગયા હતા. દુબઇના આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડાઓ પર પાણી ભરાયું હતું આથી દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર બંધ કરવાની ફરજ પડી હતી. લોકોના ઘરો, મેટ્રો સ્ટેશનો અને રસ્તાઓ પર જળપ્રલય આવ્યો હોય એમ પાણી જોવા મળતા હતા.

 યુએઇના સ્ટ્રોમ અને હેવી રેઇનના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ ઉપરાંત દુબઇના ગ્રીન આકાશમા ફોટોએ પણ ચર્ચા જગાવી છે. આ ગ્રીન આકાશને લોકો ભવિષ્યની આફત માટે ખતરનાક સમજે છે. ગ્રીન આકાશને કેટલાક યુઝર્સ કલાઉડ સીડિંગનું આંચકાજનક પરિણામ ગણી રહયા છે.

નિષ્ણાંતોનું માનવું છે કે, વાયુમંડળ દ્વારા વિખેરાયેલો પ્રકાશ વાદળોની બરફની બૂંદમાંથી પ્રકાશમાન થાય છે. જ્યારે વાયુમંડળમાં લાલ પ્રકાશ વાદળોમાં નીલા પાણી કે બરફમાંથી પસાર થાય છે ત્યારે લીલો રંગ ચમકતો દેખાય છે. વાદળી આકાશ કે બવંડરના આવવા સાથે કોઇ સંબંધ નથી.

(11:03 pm IST)