Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

કેરળ હાઇકોર્ટમાં એક વિચિત્ર મામલો સામે આવ્‍યો પરોઠાનો સ્‍વાદ ફરી વધશે : હાઈકોર્ટે ૧૮ને બદલે ૫ ટકા GST લાદવાનો આપ્‍યો આદેશ

નવી દિલ્‍હી, તા.૧૮: તાજેતરમાં કેરળ હાઈકોર્ટમાં એક વિચિત્ર મામલો સામે આવ્‍યો છે. લચ્‍છા પરાઠા પર વધુ જીએસટીને લઈને એક અરજી હાઈકોર્ટમાં પહોંચી હતી. કોર્ટમાં આ મુદ્દે જોરશોરથી ચર્ચા ચાલી હતી. સુનાવણીમાં કોર્ટે જાણવા મળ્‍યું કે જે સામગ્રીમાંથી પરોઠા તૈયાર કરવામાં આવે છે તેના પર માત્ર ૫ ટકા ઞ્‍લ્‍વ્‍ લાગુ પડે છે. તેના પર કોર્ટે ચુકાદો આપ્‍યો કે આવી સ્‍થિતિમાં પરોઠા પર ૧૮ ટકા જીએસટી લગાવવો ખોટું છે.

બાર અને બેંચમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ કેસની સુનાવણી જસ્‍ટિસ દિનેશ કુમાર સિંહની અધ્‍યક્ષતાવાળી બેંચ કરી રહી હતી. કોર્ટે આ નિર્ણય મોડર્ન ફૂડ એન્‍ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્‍યો છે. મોડર્ન ફૂડ એન્‍ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડએ સરકારના આદેશને પડકાર્યો હતો જેમાં કહેવામાં આવ્‍યું હતું કે પરોઠા પર ૧૮% ઞ્‍લ્‍વ્‍ લાદવો જોઈએ.

કેરળ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, સરકારે ઓથોરિટી ફોર એડવાન્‍સ રૂલિંગ (ખ્‍ખ્‍ય્‍) અને એપેલેટ ઓથોરિટી ફોર એડવાન્‍સ રુલિંગ (ખ્‍ખ્‍ખ્‍ય્‍) ના આદેશોને ટાંકયા હતા અને પરોઠા પર ૧૮ ટકાના દરે ઞ્‍લ્‍વ્‍ લાદવાની હિમાયત કરી હતી. જ્‍યારે, અરજદાર વતી એવી દલીલ કરવામાં આવી હતી કે એક્‍સાઈઝ કસ્‍ટમ્‍સ ટેરિફ એક્‍ટ મુજબ, ઘઉં પર ઞ્‍લ્‍વ્‍ દર ૫ ટકા છે અને તે જ લચ્‍છા પરોઠામાં વપરાય છે. આવી સ્‍થિતિમાં, જે ઉત્‍પાદનોની મદદથી લચ્‍છા પરોઠા તૈયાર કરવામાં આવે છે તેના પર જો ૫ ટકા ટેક્‍સ લાગે છે, તો પરોઠા પર ૧૮ ટકા જીએસટી શા માટે લાદવો જોઈએ?

સરકારના વકીલે આ દાવાનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે સામગ્રી અને પ્રક્રિયા અલગ વસ્‍તુઓ છે. ઘઉંના લોટની સરખામણી પરોઠા સાથે ન કરવી જોઈએ. જો કે, કોર્ટે સરકાર દ્વારા રજૂ કરાયેલી આ દલીલને ફગાવી દીધી હતી અને અરજદારની દલીલ સાચી માની હતી. કેસની સુનાવણી બાદ કોર્ટે આદેશ આપ્‍યો કે લચ્‍છા પરોઠા પરનો ટેક્‍સ નિયમ મુજબ નથી, તેથી તેના પર ૧૮ ટકાના બદલે માત્ર ૫ ટકા ટેક્‍સ વસૂલવામાં આવે.

(4:24 pm IST)