Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

કેનેડાની અવળચંડાઈ : ભારતમાં ચૂંટણીના સમયે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

ભારતમાં ચૂંટણીને કારણે વિરોધ પ્રદર્શન થઈ શકે છે : ઉપરાંત દેશમાં ‘અઘોષિત કર્ફયુ'ની આશંકા

નવી દિલ્‍હી તા. ૧૮ : ભારતમાં લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને કેનેડાએ તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. વાત જાણે એમ છે કે, કેનેડાનું કહેવું છે કે, ભારતમાંવિરોધ પ્રદર્શનથઈ શકે છે. કેનેડાએ પણ ભારતમાં ‘અઘોષિત કર્ફયુ'નો ભય વ્‍યક્‍ત કર્યો છે. ખાસ વાત એ છે કે, ખાલિસ્‍તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્‍યામાં ભારતની સંડોવણીની આશંકા ઉભી થવાથી બંને દેશો વચ્‍ચેના સંબંધો વણસેલા છે.

કેનેડાદ્વારા જાહેર કરાયેલ ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્‍યું છે કે, ભારતમાં રહીને મહત્તમ સાવધાની રાખવી જોઈએ. આ સિવાય સંસદીય ચૂંટણીને લઈને એડવાઈઝરીમાં એક ભાગ પણ સામેલ કરવામાં આવ્‍યો છે, જેમાં લખવામાં આવ્‍યું છે કે,  સામાન્‍ય ચૂંટણી ૧૯ એપ્રિલથી ૧ જૂન ૨૦૨૪ સુધી થવાની છે. ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન અને પછી પ્રદર્શન થઈ શકે છે.

કેનેડાએ તેના નાગરિકોને ચેતવણી આપી છે કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ટ્રાફિકની સમસ્‍યા થઈ શકે છે અને જાહેર પરિવહનને પણ અસર થઈ શકે છે. કેનેડાનું કહેવું છે કે, આ સમયગાળા દરમિયાન સૂચના વિના પણ કફર્યુ લાદી શકાય છે. તેમણે મુસાફરોને એવી જગ્‍યાઓથી દૂર રહેવાની સલાહ આપી છે જયાં લોકો મોટા પાયે એકત્ર થઈ રહ્યાં હોય અથવા પ્રદર્શન થઈ રહ્યાં હોય.

આ સિવાયકેનેડાદ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીમાં ઘણી જૂની વસ્‍તુઓનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે જે તેણે ગયા વર્ષે ઓક્‍ટોબરમાં જાહેર કરી હતી. તે દરમિયાન કેનેડાએ કહ્યું હતું કે,કેનેડાઅને ભારત વચ્‍ચેના વિકાસના સંદર્ભમાં પરંપરાગત મીડિયા અને સોશિયલ મીડિયામાંકેનેડાવિરૂદ્ધ નકારાત્‍મક લાગણીઓ અને વિરોધ વ્‍યક્‍ત કરવામાં આવી રહ્યો છે. ત્‍યાં કેનેડિયન વિરોધી પ્રદર્શન થઈ શકે છે, જેમાં કેનેડિયનોએ ઉત્‍પીડનનો ભોગ બનવું પડી શકે છે. ત્‍યારે કહેવામાં આવ્‍યું હતું કે, દિલ્‍હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં તમારે અજાણ્‍યા લોકો સાથે લો પ્રોફાઇલ જાળવવું જોઈએ અને તમારી વ્‍યક્‍તિગત માહિતી શેર કરવી જોઈએ નહીં. પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટ સહિત ભીડવાળી જગ્‍યાઓ ટાળવી જોઈએ. તમારે હંમેશા કોઈની સાથે મુસાફરી કરવી જોઈએ અને તમારા મિત્રો અથવા પરિવારને સફર વિશે જણાવવું જોઈએ. એડવાઈઝરીમાં બેંગલુરુ, ચંદીગઢ અને મુંબઈનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો.

(3:44 pm IST)