Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

મોદી સરકારે ગરીબો-મજુરો-નાના વેપારીઓ માટે કશું નથી કર્યું: ધનવાનોના ખીસ્‍સા ભર્યાઃ પ્રિયંકા ગાંધીના આકરા પ્રહાર

કોંગ્રેસ મહાસચીવનો સહરાનપુરમાં મેગા રોડ શો

નવી દિલ્‍હી તા. ૧૮: કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધીએ જણાવેલ કે, પીએમ મોદી દ્વારા લાવવામાં આવેલ ઇલેકટરોલ બોન્‍ડ યોજના કાળા નાણાને સફેદ કરવાની રીત હતી. આજે તેમની આસપાસ હા માં હા મિલાવનાર લોકો જ છે કેમકે તેઓ મદીથી ડરે છે.

પીએમ મોદીને દેશના ખેડૂતો, મહિલાઓ, યુવાનો તકલીફો નજર નથી આવતી. આજે જે સતામાં બેઠા છે તેઓ મા શકિત અને સત્‍યના ઉપાસક નથી. તેઓ સત્તાના ઉપાસક છે. સત્તા માટે ધારાસભ્‍યો ખરીદે છે, સરકારો તોડી પાડે છે.

સહરાનપુરમાં રેલી દરમિયાન પ્રિયંકાએ આકરા પ્રહાર કરતા જણાવેલ કે, નાના વેપારીઓ, ગરીબ, મજુરો માટે સરકારે કશું કર્યું નથી અને મોટા ઉદ્યોગપતિઓના ૧૬ લાખ કરોડ રૂપિયાનું દેણું માફ કર્યું છે. મોદી સરકારે ધનવાનોના ખીસા ભર્યા છે. આજે ખેડૂતો ૧૦ હજારના દેણાના કારણે આત્‍મહત્‍યા કરી રહ્યા છે.

કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ઇમરાન મસુદના સમર્થનમાં રોડ-શો દરમિયાન ખેડૂતો પોતાની માંગને લઇને ૬ મહિનાથી રસ્‍તા પર બેઠા છે. ૬૦૦ ખેડૂતો શહીદ થયાનું પણ પ્રિયંકા ગાંધીએ જણાવ્‍યું હતું.

(3:01 pm IST)