Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

કાલથી ચૂંટણી પર્વનો પ્રારંભ : પ્રથમ તબક્કા માટે યોજાશે મતદાન

૨૧ રાજ્યોની ૧૦૨ બેઠકો માટે કાલે મતદાન

૮ કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ સીએમ અને ૧ પૂર્વ રાજ્યપાલ સહિત ૧૬૨૫ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે

નવી દિલ્હી તા. ૧૮ : લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર ગઇ સાંજે સમાપ્ત થઈ ગયો. આ તબક્કામાં આવતીકાલે ૨૧ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો માટે મતદાન થશે. આઠ કેન્દ્રીય પ્રધાનો, બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને ભૂતપૂર્વ રાજયપાલ એવા નેતાઓમાં સામેલ છે જેમના ચૂંટણીના ભાવિનો પ્રથમ તબક્કામાં નિર્ણય કરવામાં આવશે. આ તબક્કાની સીટોમાં રાજસ્થાનની ૨૫માંથી ૧૨ સીટો, મધ્યપ્રદેશની ૨૯માંથી છ, છત્તીસગઢની ૧૧માંથી એક, ઉત્ત્।ર પ્રદેશની ૮૦માંથી ૮ અને મહારાષ્ટ્રની ૪૮માંથી પાંચ સીટોનો સમાવેશ થાય છે. તમિલનાડુની તમામ ૩૯ બેઠકો માટે મતદાન થશે.

કેટલાક સંવેદનશીલ વિસ્તારો સિવાય ૧૯ એપ્રિલના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મતદાન મથકો પર કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે.

અરૃણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્ત્।રાખંડ, પશ્યિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ પુડુચેરી, જમ્મુ અને કાશ્મીર અને લક્ષદ્વીપ .

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુર બેઠક પરથી જીતની હેટ્રિક લગાવવાની તૈયારી કરી રહ્યા છે. ૨૦૧૪માં તેમણે સાત વખતના સાંસદ વિલાસ મુત્ત્।ેમવારને ૨.૮૪ લાખ મતોથી હરાવ્યા હતા. છેલ્લી ચૂંટણીમાં, તેમણે મહારાષ્ટ્ર કોંગ્રેસના વર્તમાન પ્રમુખ નાના પટોલેને ૨.૧૬ લાખ મતોથી હરાવીને બેઠક જાળવી રાખી હતી.

આઆ દિગ્ગજો મેદાને દિગ્ગજો મેદાને

નીતિન ગડકરી- નાગપુર

કિરેન રિજિજુ- અરૃણાચલ પશ્ચિમ

સર્બાનંદ સોનોવાલ- ડિબ્રુગઢ

સંજીવ બાલ્યાન- મુઝફફરનગર

ભૂપેન્દ્ર યાદવ- અલવર

એ. રાજા- નીલગીરી

કાર્તિ ચિદમ્બરમ- શિવગંગાઈ

તમિલિસાઈ સુંદરરાજન-ચેન્નઈ દ.

નકુલનાથ- છિંદવાડા

(10:18 am IST)