Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ઇઝરાયલે મધ્ય ગાઝામાં હમાસનાં ૪૦ સ્થળોએ એરસ્ટ્રાઇક કરી

ઇઝરાયલનાં સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે આ હુમલામાં હમાસના કેટલાક આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા

ગાઝા, તા.૧૮: ઇઝરાયલી દળોએ આતંકી સંગઠન હમાસને ટાર્ગેટ કરતાં મધ્ય ગાઝામાં ઍરસ્ટ્રાઇક કરી હતી. ઇઝરાયલે ૪૦થી વધુ સ્થળોએ હુમલો કરીને હમાસનાં રૉકેટ લૉન્ચર્સ, અન્ડરગ્રાઉન્ડ લૉન્ચિંગ પોસ્ટ્સ, આતંકી અડ્ડાઓ, ઑબ્ઝર્વેશન પોસ્ટ્સ અને અન્ડરગ્રાઉન્ડ લોકેશનને નષ્ટ કરી નાખ્યા હતા. ઇઝરાયલનાં સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે આ હુમલામાં હમાસના કેટલાક આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. ઇઝરાયલી સૈનિકોને ટાર્ગેટ કરીને ડ્રોન વડે હુમલો કરી રહેલી હમાસની ટુકડી પર પણ ઍરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. ગયા વર્ષે ૭ ઑકટોબરે ગાઝા બૉર્ડર નજીક ઇઝરાયલના નાગરિકો પર હમાસના હુમલામાં ઓછામાં ૧૨૦૦ લોકો માર્યા ગયા હતા અને ૨૪૦ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. હાલ ૧૩૪ લોકો હમાસના કબજામાં છે જેમાંથી ૩૧ જણને ઇઝરાયલે તાજેતરમાં મૃત જાહેર કર્યા હતા

(10:10 am IST)