Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ચૂંટણીના સટિક અનુમાન, ભવિષ્યવાણી માટે રાજસ્થાનનું મશહૂર ફલોદી સટ્ટા માર્કેટ

એશિયાનું સૌથી મોટું સટ્ટાબજારઃ અહીં કરોડો રૂપિયાનો સટ્ટો લાગે છે

 

નવી દિલ્હી,તા. ૧૮: લોકસભાની ચૂંટણીઓને લઈને પણ સટ્ટાબજાર સજ્જ થઈ ગયું છે. પહેલા તબક્કાનું મતદાન જલદી થવાનું છે. આ પહેલાં રાજકીય ગરમાવો છે. એક બાજુ મોદીની ગેરંટી છે તો બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનના ચૂંટણીવચનોની રેવડી.

લોકસભાની ચૂંટણીમાં સૌનું ધ્યાન ઉત્ત્।ર પ્રદેશ પર છે. ભાજપે આ વખતે UPમાં મિશન-૮૦નું સૂત્ર આપ્યું છે, જયારે ઇન્ડિયા ગઠબંધન પણ જીતનો દાવો કરી રહ્યું છે.

રાજસ્થાનનું ફલોદી એશિયાનું સૌથી મોટું સટ્ટાબજાર છે. આ સટ્ટાબજાર સટિકતા અને ભવિષ્યવાણી માટે દેશ-વિદેશમાં મશહૂર છે.  અહીં નાનીથી મોટી દરેક વાત પર સટ્ટો લાગે છે. ફલોદી સટ્ટાબજારનું અનુમાન છે કે ભાજપને UPમાં ૬૮ ૭૦ સીટો મળવાનો અંદાજ છે. અહીં કરોડો રૂપિયાનો સટ્ટો લાગે છે.

સટ્ટાનું કામ કરતા લોકો અહીં બુકી અને દલાલો દ્વારા આ કામ કરે છે. સટ્ટા માર્કેટ દેશભરમાં એકલા ભાજપની ૩૧૫થી ૩૫૫ સીટો આવવાનો દાવો કરી રહ્યા છે. રાજસ્થાનમાં ૨૨થી ૨૩ અને કોંગ્રેસની બેથી ત્રણ સીટ આવવાનો દાવો કરી રહ્યું છે. કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકારની જીત પાક્કી હોવાનું અનુમાન સટ્ટાબજારથી પણ આવી રહ્યું છે. રાજયમાં  સાત મે સહિત કુલ સાત તબક્કામાં મતદાન થવાનું છે. ત્યાર પછી ચોથી જૂને મતગણતરી થાય તે પહેલાં ચૂંટણી સટ્ટામાં IPLથી વધુ રકમની ઊથલપાથલ થવાનું સટ્ટા બજારનું અનુમાન છે.

(9:55 am IST)