Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ -કોંગ્રેસ બંને પક્ષએ કલંકિત ઉમેદવારોને ટિકિટ ફાળવી

મેહુલ ચોક્સીના વકીલને ટિકિટ અપાતા વિવાદ:ભાજપે ગોટાળા,ભ્રષ્ટ્રાચારના આરોપીને ટિકિટ આપતા ખચકાઈ નથી

 

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે કુલ 154 જ્યારે કે કોંગ્રેસે 218 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.ભ્રસ્ટાચાર મામલે એક-મેક પર આક્ષેપ કરનારા ભાજપ-કોંગ્રેસ બંનેએ કલંકિત ઉમેદવારોને ટિકિટ આપી છે.ભાજપ હોય કે કોંગ્રેસ. ભ્રષ્ટાચારના મુદ્દે એકબીજાને ઘેરનારા પક્ષો કલંકિત ઉમેદવારોને ટિકિટ આપી વિવાદમાં છે. બંનેએ અનેક કલંકિત ઉમેદવારોને ટિકિટ આપી છે.

 

  કર્ણાટકમાં ગત ભાજપ સરકારમાં ખનન ગોટાળાના આરોપી એવા પ્રધાન જી. જનાર્દન રેડ્ડીના મોટાભાઈ જી. સોમશેખર રેડ્ડીને બેલ્લારી સિટી બેઠક પરથી ટિકિટ આપી છે. જ્યારે કે ભ્રષ્ટાચારના કેસમાં આરોપી બે ભૂતપૂર્વ ધારાસભ્યો ઉપરાંત રેપ કેસમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય હારાતાલુ હલપ્પાને પણ ટિકિટ આપી છે. જોકે ધારાસભ્ય ગત વર્ષે રેપ કેસમાં નિર્દોષ છૂટ્યા હતા. ઉપરાંત દિવંગત મુખ્યપ્રધાન એસ. બંગરપ્પાના પુત્ર કુમાર બંગરપ્પાને પણ ટિકિટ આપી છે.

   ભાજપના અન્ય બે વિવાદીત ઉમેદવારની વાત કરીએ તો. મલૂર બેઠક પરથી એસ. એન. કૃષ્ણૈયા સેટ્ટી અને શિવાજી નગરથી કટ્ટા સુબ્રમણ્યમ નાયડુને ટિકિટ આપી છે. સેટ્ટી યેદિયુરપ્પા સરકારમાં પ્રધાન હતા જે 2011માં ભ્રષ્ટાચારના કેસમાં આરોપી હતા. તેમના પર ખાનગી કંપનીને ખોટી રીતે ફાયદો પહોંચાડી સરકારી જમીન નામે કરવાનો આરોપ હતો. જોકે બાદમાં યેદિયુરપ્પાની સાથે સેટ્ટી પણ દોષમુક્ત ઠર્યા હતા. જ્યારે કે કટ્ટા સુબ્રમણ્યમ નાયડુ ભૂતપૂર્વ પ્રધાન છે. લોકાયુક્તે ભ્રષ્ટાચારના કેસમાં તેમને આરોપી ઠેરવ્યા હતા. સાથે હોનાહલ્લી બેઠક પરથી યેદિયુરપ્પા સરકારમાં પ્રધાન રહી ચૂકેલા એમ.પી. રેણુકાચાર્યને ટિકિટ અપાઈ છે. તેમની સામે નર્સની છેડતીનો કેસ નોંધાયેલો હતો. પણ બાદમાં કેસ પાછો ખેંચી લેવાયો હતો.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિદ્ધારમૈયા સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવે છે. પણ તેઓ ભ્રષ્ટાચારીઓને ટિકિટ આપતા ખચકાતા નથી. રેડ્ડી બંધુ સોમશેખર રેડ્ડી ભૂતપૂર્વ ધારાસભ્ય છે જે 2013માં કોંગ્રેસના અનિલ લાડ સામે હારી ગયા હતા. કોંગ્રેસે વખતે ફરી બેલ્લારી સિટી બેઠક પરથી અનિલ લાડને મેદાને ઉતાર્યા છે. એટલે ભાજપે ફરી સોમશેખર રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા છે.

તરફ કોંગ્રેસે કર્ણાટકમાં મેહુલ ચોક્સીનો કેસ લડી ચુકેલા વકીલને ટીકીટ આપી છે. ભાજપના આઇટી સેલના ઇન્ચાર્જ અમિત માલવીયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકીને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે કર્ણાટકમાં વકીલ એચ. એસ. ચંદ્રમૌલીને ટીકીટ આપી છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ નિરવ મોદીની સાથે છે. માલવીયાએ સવાલ કર્યો હતો કે એચ.એસ. ચંદ્રમૌલીમાં શું ખાસ છે કે તેના પર કોંગ્રેસ આટલી બધી મહેરબાન છે? અને તેમને માદીકેરી પરથી ટીકીટ આપવામાં આવી. જ્યારે બેઠક પર અગાઉ સીએમ સિદ્ધારમૈયાના લિગલ એડવાઇઝર અને પ્રવક્તા બ્રિજેશ કલપ્પાને ટીકીટ આપવાની વાત ચાલતી હતી. કોંગ્રેસમાં હાલ ટીકીટની ફાળવણી બાદ કેટલાક નેતાઓ નારાજ છે. જેમાં માલવીયાએ જે બ્રિજેશ કલપ્પાનો ઉલ્લેખ કર્યો તેમનો પણ સમાવેશ થાય છે.

(11:56 pm IST)