Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

વ્હાઈટ હાઉસના ઊર્જા-પર્યાવરણ નીતિના ટોચના સલાહકાર માઈકલ કાટાનજારો રાજીનામુ આપશે

કાયાદ અને લોબિંગ કંપની સીજીસીએનમાં વાપસી કરશે.

 

વ્હાઈટ હાઉસના ઊર્જા અને પર્યાવરણ નીતિના ટોચના સલાહકાર માઈકલ કાટાનજારોએ રાજીનામું આપશે માઈકલ કાટાનજારો કાયાદ અને લોબિંગ કંપની સીજીસીએનમાં વાપસી કરશે. કાટાનજારો પહેલા સીજીસીએનમાં કામ કરતા હતા. તેઓ વ્હાઈટહાઉસના રાષ્ટ્રીય આર્થિક પરિષદમાં કાટાનજારો ઘરેલુ ઊર્જાના મુદ્દાઓના પ્રમુખ હતા.

    અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ માઈક પેન્સના કાર્યાલયમાં કામ કરતા ફ્રાંસિસ બ્રુક કાટાનજારોનું સ્થાન ગ્રહણ કરશે. કાટનજારો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક નિયામક અને જીવાશ્મ-ઈંધણ સમર્થક એજન્ડાનું મોટું નામ હતું. ટ્રમ્પ વહીવટી તંત્રે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની ઘણી પર્યાવરણ સંરક્ષણ નીતિઓને પાછી ખેંચી છે. ટ્રમ્પનું કહેવું છે કે નીતિઓ વ્યાવસાયિક વિકાસમાં અડચણ પેદા કરી રહી છે.

(11:16 pm IST)