Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

રોડ રેઝ કેસમાં નવજોતસિંહ સિદ્ધુની અપીલ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ :ચુકાદો અનામત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 30 વર્ષ જૂના રોડ રેજ કેસમાં પૂર્વ ક્રિકેટ ખેલાડી અને મંત્રી નવજોત સિંહ સિદ્ધૂની અપીલ પર સુનાવણી પૂરી કરી લીધી છે

 સિદ્ધૂએ ઘટનામાં તેને દોષિ ઠેરવતા અને ત્રણ વર્ષની સજા સંભળાવવાના પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો

  ન્યાયમૂર્તિ ચેલામેશ્વર અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની પીઠે બંન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે, નિર્ણય બાદમાં આપવામાં આવશે. સિદ્ધૂ તરફતી વરિષ્ઠ વકીલ આર એસ ચીમાએ કહ્યું કે, પીડિતના મૃત્યુને કારણના સંબંધમાં રેકોર્ડ પર લાવેલા પુરાવા અનિશ્ચિત અને વિરોધાભાસી છે. તેમણે કહ્યું કે મૃતક ગુરનામ સિંહના મૃત્યુના કારણ વિશે મેડિકલ અભિપ્રાય અસ્પષ્ટ છે

  પીઠે સિદ્ધૂની સાથે ત્રણ વર્ષની સજા મેળવનારા રૂપિન્દર સિંહ સંધૂની અપીલ પર પણ સુનાવણી પુરી કરી લીધી. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થનારા નવજોત સિંહ સિદ્ધૂએ પહેલા પીઠને કહ્યું હકું કે હાઈકોર્ટનું તારણ મેડકલ પુરાવા પર નહીં પરંતુ અભિપ્રાય પર આધારિત છે. અમરિન્જર સિંહ સરકારે 12 એપ્રિલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો

  ઘટના 27 ડિસેમ્બર 1988ની છે. જ્યારે ગુરનામ સિંહ, જસવિન્દર સિંહ અને અન્ય એક વ્યક્તિ એક લગ્ન કાર્યક્રમ માટે બેન્કમાંથી પૈસા કાઢવા જતા હતા તો પટિયાલામાં શેરનવાલા ગેટ ક્રોસિંગની નજીક જિપ્સીમાં સિદ્ધૂ અને સંધૂ કથિત રૂપથી હાજર હતા

  આરોપ છે કે જ્યારે ક્રોસિંગ પર પહોંચ્યા તો મારૂતી કાર ચલાવતા ગુરનામ સિંહે જોયું તો જિપ્સી રોડ વચ્ચે ઉભી છે. તેણે જિપ્સીમાં સવાર સિદ્ધૂ અને સંધૂને ગાડી હટાવવા માટે કહ્યું અને તેને લઈને ઝગડો થયો. પોલીસનો દાવો છે કે સિદ્ધૂએ સિંહને માર માર્યો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો. ઈજાગ્રસ્ત સિંહને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો

મામલામાં નિચલી કોર્ટે સપ્ટેમ્બર 1999માં સિદ્ધૂને હત્યાના આરોપથી મુક્ત કરી દીધો હતો. પરંતુ હાઈકોર્ટે ડિસેમ્બર 2006માં નિર્ણયને ફેરવતા સિદ્ધૂ અને સહ આરોપી સંધૂને બિન ઇરાદાપૂર્વક હત્યાના દોષિ ઠેરવ્યા અને તેને ત્રણ-ત્રણ વર્ષની સજાની સાથે એક-એક લાખ રૂપિયાના દંડની સજા ફટકારી. બાદમાં સુપ્રીમ કોર્ટે 2007માં સિદ્ધૂ અને સંધૂને દોષિ ઠેરવવાના નિર્ણય પર પ્રતિબંધ લગાવતા તેને અમૃતસર લોકસભા સીટથી પેટાચૂંટણી લડવાનો માર્ગ મોકળો કરી દીધો હતો

(10:05 pm IST)