Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

નવા નાણાંકીય વર્ષની શરૂઆત સાથે જ ઇન્‍વેસ્‍ટમેન્ટ ડિકલેરેશન ન આપો તો કંપની તમારી સેલેરીમાંથી ટીડીઅેસ કાપવા લાગશે

નવી દિલ્‍હીઃ નવા નાણાકીય વર્ષની શરૂઆતની સાથે જ કંપનીઓના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ તેમના કર્મચારીઓ પાસેથી ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશન માગે છે. જો તમે ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશન ન આપો તો કંપની તમારી સેલેરીમાંથી ટેક્સ એટ સોર્સ (ટીડીએસ) કાપવા લાગે છે. આ ટીડીએસ તમારા કુલ પગારના હિસાબ મુજબ કાપવામાં આવશે. વાસ્તવમાં ઇનકમ ટેક્સ એક્ટ, 1961ના સેક્શન 192 અંતર્ગત કંપનીની જવાબદારી હોય છે કે, તે તેના કર્મચારીઓ પાસેથી સમયસર ટેક્સનો કાપ કરે. ClearTaxના ફાઉન્ડર અને સીઈઓ અર્ચિત ગુપ્તા જણાવી રહ્યા છે કે, વર્ષની શરૂઆતમાં ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશન બતાવવું એ કર્મચારીઓ માટે કેમ ફાયદાકારક છે.

ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશનમાં કર્મચારીએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ટેક્સ બચાવવા માટે કરવામાં આવતાં રોકાણ વિશે જાણકારી આપવાની હોય છે. જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશન આપો છો ત્યારે તમારી કંપની એટલી જ રકમ સેલેરીમાંથી ઘટાડી દે છે. આનાથી તમારી કરને પાત્ર આવક ઓછી થઈ જાય છે અને કરબોજ ઘટે છે. ઇનકમ ટેક્સ એક્ટની કલમ 80C અંતર્ગત રોકાણ સૌથી વધુ કરવામાં આવે છે. તે અંતર્ગત તમે વાર્ષિક 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છે. આ સિવાય 80D અને સેક્શન 24 અંતર્ગત પણ ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશન આપી શકો છો.

ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશનમાં તમારે માત્ર રોકાણ કરવામાં આવતી રકમની જાણકારી આપવાની હોય છે. તેની જગ્યાએ કોઈ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ આપવાનો રહેતો નથી. મોટા ભાગની કંપનીઓએ તમારી પાસેથી જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2019માં સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ કે પ્રૂફ ઑફ ઇન્વેસ્ટમેન્ટની માગ કરી હશે, પરંતુ તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે, તમે જે ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશન આપી રહ્યા છો તે વાસ્તવિક છે કે કેમ. જો તમે ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશન વધારે આપ્યું હોય અને તે અનુસાર રોકાણ ન કરી શક્યા હોવ તો જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં એકસાથે તેની રકમ તમારા પગારમાંથી કાપી લેવામાં આવશે.

તમે ટેક્સ બચાવવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ (MFs)ની ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ્સ (ELSS), જીવન વીમા (લાઇફ ઇન્સ્યોરન્સ), પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF), NSC, સુકન્યા સમૃદ્ધિ યોજના અને પંચવર્ષીય ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ્સમાં રોકાણ કરી શકો છો. આ સિવાય જો તમારે સ્કૂલ જતાં બાળકો હોય તો તેની ટ્યૂશન ફીને પણ ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશનમાં બતાવી શકો છો. આ સિવાય તમે મેડિકલ પ્રીમિયમ, ન્યૂ પેન્શન સ્કીમ, હાઉસ રેન્ટ એલાઉન્સીસને પણ ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશનમાં સામેલ કરી શકો છો.

લોન આપનારી બેંક પાસેથી નાણાકીય વર્ષ 2018-1 દરમિયાન ભરેલા EMIનું સ્ટેટમેન્ટ લઈ લો, જેમાં તમારા EMIના પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટ કૉમ્પોનેન્ટ દર્શાવાયાં હશે. આનાથી તમારી કંપનીને એ ડિક્લેર કરવામાં મદદ મળશે કે, તમારા ટેક્સ બેનિફિટની રકમ માટે તમે તમારા હોમ લોન રિપેમેન્ટ્સ સામે દાવો કરશો.

ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80D અંતર્ગત ટેક્સ બેનિફિટ માટે મેડિક્લેમ પ્રીમિયમ જરૂરી છે. ઉપરાંત જો તમે પોતે ન્યૂ પેન્શન સ્કીમ્સ (NPS)માં રોકાણ કરતા હોવ તો તેને ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશનમાં બતાવવું જોઈએ. આ નાણાકીય વર્ષ દરમિયાન તમે ઓછામાં ઓછા 50,000 રૂપિયાનું રોકાણ બતાવવા પર સેક્શન 80CCD (1B) અંતર્ગત ટેક્સ બેનિફિટ મેળવી શકો છો.

આ એમના માટે છે, જેઓ HRA ક્લેમ કરે છે. આ માટે પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (PAN) નંબર જરૂરી છે. જોકે આ શરત એ લોકોને લાગુ પડતી નથી, જેમનું વાર્ષિક ઘર ભાડું એક લાખ કે તેનાથી ઓછું છે. તેમાં કોઈ મર્યાદા નથી, પણ HRA એક્સેમ્પશન (માફી) તમારી સેલેરી સાથે લિંક્ડ હોય છે.

ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશન આપવા છતાં તમે એટલી જ રકમનું રોકાણ કરો તે જરૂરી નથી. તમે આખા વર્ષ દરમિયાન તેનાથી પણ ઓછું રોકાણ કરી શકો છો. જોકે વર્ષના અંતમાં જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશનના બદલામાં જે પુરાવા કે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ આપો છે, તેના આધારે તમને ટેક્સમાં રાહત મળે છે અથવા તો ટેક્સમાં કાપ કરવામાં આવે છે. આથી તમારે દરેક રોકાણ અને ખર્ચનો પુરાવો કે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ સંભાળીને રાખવાનાં રહે છે.

(8:03 pm IST)