Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

મક્કા કેસ : જાવેદ અખ્તરના નિવેદનથી ફરીથી હોબાળો

ભાજપના ગીતકાર જાવેદ અખ્તર પર વળતા પ્રહારો : હિન્દુ ટેરર જેવા શબ્દોના મામલામાં જાવેદ અખ્તરે ક્યારે કોંગ્રેસની ઇમાનદારીથી ટિપ્પણી કરી ન હતી : નરસિમ્હા

નવી દિલ્હી,તા. ૧૮ : મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓને છોડી મુકવામાં આવ્યા બાદ લોકપ્રિય ગીતકાર જાવેદ અખ્તરે એનઆઈએ ઉપર પ્રહાર કરતા આને લઇને વિવાદ ઉભો થઇ ગયો છે. જાવેદ અખ્તરે કહ્યું છે કે, તેમની પાસે આંતર ધર્મ લગ્નના મામલામાં તપાસ કરવાનો પુરતો સમય રહેશે. જો કે, જાવેદ અખ્તરે નિવેદન કર્યા બાદ આને લઇને ભાજપે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભાજપે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, જાવેદ અખ્તર હંમેશા વિવાદોમાં રહે છે. કોંગ્રેસના હિન્દુ આતંકવાદના સંદર્ભમાં ટિપ્પણી કરવાની ઇમાનદારી જાવેદ અખ્તરે ક્યારે દર્શાવી ન હતી. લવ જેહાદ પ્રકરણમાં પણ જાવેદ અખ્તર ટિપ્પણી કરી ચુક્યા છે. કેરળના આ મામલામાં પણ એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જાવેદ અખ્તરના ટ્વિટ બાદ ભાજપે તેમના ઉપર પ્રહારો તીવ્ર કરી દીધા છે. ભાજપના પ્રવક્તા નરસિંહાએ કહ્યું છે કે, જાવેદ અખ્તરે આવી ઇમાનદારી કોંગ્રેસના હિન્દુ ટેરરના સંદર્ભમાં ક્યારેય દર્શાવી ન હતી. તેમણે કહ્યું છે કે, જાવેદ અખ્તરે જે રીતે કાલ્પનિક પટકથા લખી છે તેનાથી રાહુલ ગાંધી પ્રેરણા લઈ રહ્યા છે. તેમના જ વિચાર મોત કા સૌદાગરની જેમ હિન્દુ ટેરર જેવા શબ્દો પણ આપના જ દિમાગની ઉપજ હોવાની વાત તેમણે કરી હતી. ભાજપ કોર્ટના ચુકાદા બાદ હિન્દુ ટેરરના મામલામાં કોંગ્રેસ ઉપર સતત પ્રહાર કરવામાં વ્યસ્ છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને માફી માંગવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે, તેમના નેતૃત્વમાં જ ચિદમ્બરમ અને સુશીલ શિંદે જેવા કોંગ્રેસી નેતાઓએ ભગવા ટેરર જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસને લઇને એકબીજા ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશને હચમચાવી મુકનાર હૈદરાબાદની લોકપ્રિય મકકા મસ્જિદ બ્લાસ્ટ કેસના મામલે ૧૬મી એપ્રિલના દિવસે ૧૧ વર્ષના લાંબા ગાળા બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલામાં ખાસ એનઆઈએ મામલાની ચોથી વધારાની મેટ્રોપોલિટન ખાસ કોર્ટે ચુકાદો આપતા મુખ્ય આરોપી સ્વામી અસીમાનંદ સહિત તમામ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. ફેસલો આવ્યો ત્યારે કોર્ટ રૂમની બહાર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આરોપી અસીમાનંદને નમાપલ્લી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.

સવામી આ મામલે મુખ્ય આરોપી પૈકી એક હતા. ૧૮મી મે ૨૦૦૭ના દિવસે થયેલા આ બ્લાસ્ટમાં નવ લોકોના મોત થયા હતા અને ૫૮ લોકો ઘાયલ થયા હતા. મોડેથી દેખાવકારોએ દેખાવો કર્યા હતા. જેમાં પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. તેમાં પણ કેટલાક લોકોના મોત થઇ ગયા હતા. આ મામલામાં ૧૦ આરોપી પૈકી આઠ લોકોની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તમામ પાંચ આરોપીને કોર્ટે આજે નિર્દોષ જાહેર કર્યા હતા.

(7:28 pm IST)