Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

જમ્‍મુ-કાશ્મીરનો જુનૈદ શાહ અદ્દલ રણબીર કપૂર જેવો જઃ લોકો ઘેરી લે છે અને ફોટા પડાવવા લાગે છેઃ છોકરીઓ દિવાની

મુંબઇઃ જમ્‍મુ-કાશ્‍મીરમાં રહેતા જુનૈદ શાહ રણબીર કપૂર જેવો જ લુક ધરાવે છે. તે બજારમાં નીકળતા તેને લોકો ઘેરી વળે છે.

તેનો ચહેરો અને સ્ટાઈલ રણબીર કપૂર સાથે એટલા બધા મળે છે કે ઘણાં લોકો તેને રણબીર સમજી લે છે અને તેને મળવા પહોંચી જાય છે.

જુનૈદે હેરસ્ટાઈલ પણ રણબીર જેવી કરાવી છે અને કપડા પણ રણબીર જેવા પહેરે છે. આ કારણે જ્યારે તે માર્કેટ જાય તો છોકરીઓ તેની સાથે ફોટો પડાવવા લાગે છે. જુનૈદ પોતે જણાવે છે કે, ઘણી વાર લોકો તેને રણબીર કપૂસ સમજે છે અને ખાસકરીને છોકરીઓ તેની પાછળ પડી જાય છે.

જુનૈદ જ્યારે કોલેજમાં હતો ત્યારે રણબીર કપૂરની ડેબ્યુ ફિલ્મ સાંવરિયા રીલિઝ થવાની હતી. રણબીરનો ફર્સ્ટ લુક રીલિઝ થયો તો જુનૈદની એક મિત્રએ તેને જણાવ્યું કે, બોલિવૂડમાં એક એક્ટર આવ્યો છે જે તારા જેવો જ દેખાય છે. ત્યારે જુનેદની ઉંમર માત્ર 17 વર્ષ હતી. ત્યારપછી જુનેદ રણબીરની ફિલ્મો જોઈને તેની સ્ટાઈલ કૉપી કરવા લાગ્યો.

કશ્મીર યૂનિવર્સિટીમાં MBA કર્યા પછી જુનૈદ આજકાલ મૉડલિંગ કરે છે. મુંબઈમાં તે અમુક બ્રાન્ડ્સ સાથે કામ કરે છે. તેના માતા-પિતા ઈચ્છે છે કે, જુનેદે પોતાની અલગ ઓળખ બનાવવી જોઈએ.

(6:32 pm IST)