Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કુલભૂષણને કોઇપણ ભોગે પાછા લાવીશું ભારત

ઇન્ટરનેશનલ કોર્ટમાં ભારતનું આક્રમક વલણ

નવી દિલ્હી તા. ૧૮ : ભારત સરકારે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ (આઇસીજે)માં હુંકાર કર્યો છે કે, તે કોઇપણ ભોગે કુલભુષણ જાદવને પાકિસ્તાનની જેલમાંથી ભારત પરત લાવશે. ભૂતપુર્વ નેવી ઓફિસર કુલભુષણ જાદવને જાસુસીના આરોપસર પાકિસ્તાને કેદ કર્યા છે. આ કેસ અત્યારે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસમાં ચાલી રહ્યો છે.

ભારત સરકારના વિદેશ મંત્રાલયએ જણાવ્યું કે, ભારતે તેનો પ્રતિભાવ આ કોર્ટમાં આપ્યો છે. આ કાર્ટે પાકિસ્તાનને જવાબ આપવા માટે જુલાઇ ૧૭ સુંધીનો સમય આપવામાં આવ્યો છે. ભારતે એક વર્ષ પહેલા આ અંગે આંતર રાષ્ટ્રિય કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ભારતે દાવો કર્યો હતો કે, કુલભુષણ જાદવની ધરપકડ કરી અને તેને મળવા નહિ દઇ પાકિસ્તાને વીયેના અધિવેશનની જોગવાઇઓનો ભંગ કર્યો છે.

૧૮ મેના રોજ, આંતરરાષ્ટ્રિય કોર્ટે પાકિસ્તાનને આ કેસમાં આગળ કંઇ ન કરવા માટે આદેશ આપ્યા હતા. પાકિસ્તાને જાદવને મૃત્યુદંડની સજા ફટકારી છે. જાદવને મૃત્યુદંડની સજા સંભળાવ્યા બાદ, પાકિસ્તાને જાદવના પરિવારને મળવા દિધો હતો.

પાકિસ્તાને આ બાબતે એવો દાવો કર્યો હતો કે, ભારતે કુલભુષણ જાદવના પાસપોર્ટ અંગેની વિગતો આપી નથી. પાકિસ્તાને એવો પણ દાવો કર્યો હતો કે, જાદવે પોતે એવી કબુલાત આપી છે કે, તે પોતે પાકિસ્તાનમાં આંતકવાદ ફેલાવવામાં સામેલ હતો અને જાદવને પાકિસ્તાનના બલુચિસ્તાન નામના પ્રાંતમાંથી પકડવામાં આવ્યો હતો. જો કે, ભારતે કહ્યું છે કે, જાદવની ધરપકડ ઇરાનમાંથી કરવામાં આવી છે. નિવૃતિબાદ જાદવે ઇરાનમાં ધંધો શરૂ કર્યો હતો.(૨૧.૨૪)

(4:00 pm IST)