Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ગાયના મૃત્યુ પછી માલિકે હવન અને ગામજમણ કરીને ગાયનું તેરમું કર્યું

'અમારી ગૌરી અમને છોડીને જતી રહી છે. એના આત્માની શાંતિ માટે તેરમાનું ભોજન રાખ્યું છે. તમે જરૂર આવજો.' આવું આમંત્રણ ઉત્તર પ્રદેશના મુરાદનગર પાસે આવેલા કાકડા ગામના દરેક પરિવારને મળેલું. આ ગૌરી એ બીજું કોઇ નહીં, પણ ગાય હતી. દેવપ્રકાશ શર્મા નામના ખેડુતને ત્યાં છેલ્લાં ૧૩ વર્ષથી હતી. દેવપ્રકાશે ર૦૦૪માં ગામના પ્રધાન સતીશ ત્યાગીને ત્યાં ર૦૦૦ રૂપિયામાં આ ગામ ખરીદી હતી. એનું નામ રાખેલું ગૌરી. એને વાડામાં બાંધી હતી ત્યારે ઝેરી કીડો કરડવાથી ગૌરીનું મૃત્યુ થયું એ વખતે માલિકે બેન્ડવાજાં સાથે ગૌરીની શબયાત્રા કાઢી હતી. એમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો હાજર રહેલા. એ પછી તેમણે ગૌરી પાછળની તમામ વિધિઓ કરી. બે દિવસ પહેલાં તેમણે ગૌમાતાની સ્મૃતિમાં હવન કર્યો અને પછી તેરમાનું જમણ આખા ગામને જમાડયું. દેવપ્રકાશનું કહેવું છે કે ગૌરીએ માત્ર એક જ વાર બચ્ચાને જન્મ આપ્યો. પરંતુ એ પછી તે સતત દૂધ આપતી રહી હતી. આ વિસ્તારના પશુચિકિત્સાલયના ડો. રાહુલ અગ્રવાલનું કહેવું હતું કે 'હોર્મોન્સ વધતા રહેવાને કારણે ગાય સતત પ્રજનના વિના પણ દુધ આપતી રહે છે. અલબત્ત, આવું ૧૦૦૦ માંથી એકાદ કેસમાં જ જોવા મળે છે.' (૭.૩ર)

(3:55 pm IST)