Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

એફબીઆઇની ગંભીર ચેતાવણીઃ રશિયા હવે બદલો લેવા સાયબર એટેક કરશે

અમેરિકા-બ્રિટનની સીસ્ટમ્સ હેક કરે તેવી સંભાવના : નવા પ્રકારના યુધ્ધના ભણકારા

લંડન, તા.૧૮: હાલ વિશ્વની મહાસત્ત્।ાઓ અમેરિકા અને રશિયાની વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે એવી ચેતવણી વ્યકત કરવામાં આવી છે કે રશીયા હવે બ્રિટન અને અમેરિકા પર સાઇબર હુમલો કરવાની ફીરાકમાં છે.ખાસ કરીને આ બન્ને દેશોની સરકારી વેબસાઇટ્સ તેમજ હાર્ડવેર પર હુમલા કરી શકે છે. વિશ્વભરમાં જાણકારી આપનારા ઇંન્ફાસ્ટ્રકચા ડિવાઇસ જેવા કે રાઉટર્સ, સ્વિચેસ, ફાયરવોલ્સ, નેટવર્ક પર આધારીત ડિટેકશન સિસ્ટમ્સને રશિયાની મદદથી શિકાર બનાવવામાં આવી શકે છે.

અમેરિકાના હોમલેંડ અને એફબીઆઇ દ્વારા લગાવવામાં આવેલા અનુમાન બાદ જ ટેકનીકલ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ આરોપ લગાવવામા આવ્યા હતા કે રશિયા અમેરિકા પર સાઇબર હુમલા કરાવી રહ્યું છે.

અને ત્યાંની ચૂંટણી પર પણ તેની અસર કરી રહ્યું છે. હાલ અમેરિકા અને બ્રિટન બન્નેએે રશિયાની સામે બાયો ચડાવી છે અને રશિયાના રાજદુતોને પરત મોકલી દીધા છે. આ સ્થિતિ વચ્ચે રશિયાએ પણ ચેતવણી આપી હતી કે આ પગલાનો આક્રમક રીતે જવાબ આપવામાં આવશે.

રશિયાની આ ચેતવણી વચ્ચે એવા અહેવાલો છે કે હવે રશિયા અમેરિકા અને બ્રિટન પર મોટા સાઇબર હુમલાની તૈયારીમાં છે. આ બન્ને દેશોની સીસ્ટમને હેક કરવામાં આવી શકે છે. હાલ અમેરિકા અને બ્રિટન સહીતના દેશો પહેલાથી જ સાઇબર હુમલાનો શીકાર બની ચુકયા છે. આવી સ્થિતિમાં હવે આ એક હથિયાર પણ બની ગયું છે.(૨૨.૮)

(2:40 pm IST)