Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

સગીર સાથે બળાત્કાર ગુજારનારને ફાંસી મળશે

મહેબૂબા મુફતીનો પ્રચંડ આક્રોશઃ હવે પછી કોઇ બીજા બાળકને સહન કરવું ન પડે તેવો નવો કાનૂન લાવીશું

શ્રીનગર તા. ૧૮: કઠુઆના શર્મજનક બળાત્કાર-હત્યાકાંડ અંગે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ ટવીટર ઉપર ટવીટ કરી લખ્યું છે કે, આટલી નાની બાળા ઉપર આવી ભયાનક ક્રૂરતા કોઇ કેવી રીતે આચરી શકે? આપણી સમાજ વ્યવસ્થા સોસાયટીમાં કશુંક ખૂટે છે ખોટું થઇ રહ્યું છે. મહેબુબાજીએ જણાવેલ કે અમે  આ રીતે બીજા કોઇ બાળકને સહન કરવું પડે તેવું થવા દેશું નહિં.

મહેબૂબા મુફતીએ જણાવેલ કે અમે નવો કાનૂન લાવીશું જેમાં સગીરો સાથે બળાત્કાર ગુજારનાર માટે ફાંસીની સજા ફરજીયાત કરવામાં આવશે. જેથી નાનકડી આસિફાનો કેસ અંતિમ બની રહે, ફરીવાર આવી ઘટના સર્જાય નહિં.

મહેબૂબાજીએ ટવીટ કરી લખ્યું છે કે, સમગ્ર દેશને હું ખાત્રી આપવા માગું છું કે, આસિફા માટે ન્યાય મળે એટલું જ નહિં પણ માનવતા લાજે તેવું ભયાનક ગુન્હો આચરનારાઓને દૃષ્ટાંત પુરૃં પાડે તેવી સજા થાય તે માટે હું વચનબદ્ધ છું. (૭.૩૦)

(2:40 pm IST)