Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

માથામાં તેલ નાખતા પહેલા આ જરૂર વાંચજો

વાળ માટે ઓયલીંગ ખૂબ જ જરૂરી છે. તેનાથી વાળને ભરપુર પોષણ મળે છે. કેટલીક વાર તેલ યોગ્ય રીતે ન લગાડતા વાળને નુકશાન થાય છે. જો તમે તેલ નાખતી અમુક બાબતોનું ધ્યાન નથી રાખતા તો તમારા વાળને નુકશાન થઈ શકે છે.

મોટા ભાગના લોકો તાળવા (માથાનું તાળવા)માં તેલ લગાવીને રાખી દે છે, એવુ કયારેય ન કરવું. માથાના તાળવાની સાથે આખા વાળમાં તેલ લગાવવું. તેનાથી વાળ મજબુત થશે.

તેલ લગાવ્યા પહેલા હંમેશા વાળમાંથી ઘૂંચ કાઢી લેવી. ઘૂંચ કાઢ્યા વગર તાળવામાં મસાજ કરવાથી વાળ તૂટે છે.

હવે તમારા વાળને નાના- નાના ભાગમાં વહેંચી અને ગુનગુના તેલને પોતાની આંગળીયોથી ધીરે-ધીરે વાળના મૂળીયા પાસે લગાવો. મસાજથી પેદા થતી ગરમાહટથી માથાના રોમ છીદ્ર ખુલી જાય છે. પરંતુ, ધ્યાન રહે કે તેલ હથેળીથી ન નાખવું, તેનાથી વાળ તુટી શકે છે.

જો તમે ઇચ્છો છો કે તેલ માથાની અંદર સુધી સરસ રીતે ચાલ્યુ જાય તો વાળના મૂળીયાને બાફ આપો. તેના માટે એક મોટા ટુવાલને ગરમ પાણીમાં પલાળી, નિચોવીને પાણી કાઢી નાખો અને આ ટુવાલમાં તમારા વાળને લપેટી લો.

ઓયલ મસાજ માત્ર બહારી ટ્રીટમેન્ટ છે. જો તમે બહુ વધારે તેલ નાખો છો. તેને ધોવા વખતે વધુ શેમ્પુ જોશે. જેનાથી તમારા વાળ ફરી ડ્રાઈ થઈ જાય છે. (૨૪.૩)

(2:01 pm IST)