Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ગરમીમાં ઘરે બનાવો ઠંડી-ઠંડી કુલ્ફી

 ગરમીની ઋતુમાં  જમ્યા બાદ કુલ્ફી ખાવાની એક અલગ જ મજા હોય છે. આપણે ઘણીવાર બહાર જઈને કુલ્ફી ખાઈએ છીએ. પરંતુ, તેમાં મન ન ભરાય અને પૈસા પણ વેડફાય. પરંતુ, જો તમે ઘરે બનાવી રહ્યા છો તો વાત જ કંઈક અલગ છે. વળી, ઘરમાં બનેલી કુલ્ફી સંપૂર્ણ પોષ્ટિક વસ્તુઓથી ભરપુર હોય છે. તો આજે જાણી લો ઘરે કુલ્ફી બનાવવાની રીત

સામગ્રી : ૧/૨ લીટર દૂધ, ૧૦૦ ગ્રામ ખાંડ, ૨ એલચી, ૪ બદામ

બનાવવાની રીત :  સૌથી પહેલા દૂધને ગેસ ઉપર ઉકાળો. ઉકળી ગયા બાદ તેને મધ્યમ આંચ ઉપર ઘટ્ટ થવા દો.  જ્યારે દૂધનો ચોથો ભાગ વધે ત્યારે તેમાં એલચી નાખો અને ફરી ધીમે-ધીમે ઘટ્ટ થવા દો. (દૂધને થોડા-થોડા સમયે ચમચાથી હલાવતા રહેવું, નહીંતો દૂધ નીચે બેસી જશે અને બળી જશે) જ્યારે ફરી દૂધનો અડધો ભાગ બળીને અડધો થઈ જાય ત્યારે તેમાં બદામ અને કાજુ નાખી મિશ્રણ કરી લો. 

હવે તેને બાઉલમાં કાઢી ઠંડુ થવા માટે રાખો. ૧૦ મિનિટ પછી તેને કોણ (કુલ્ફીના આકારના બીબા)માં રાખો અને તેને બંધ કરીને ૩-૪ કલાક સુધી ફ્રિઝમાં રાખો. ંહવે તેને ફ્રિઝમાંથી કાઢી લો. ત્યારબાદ હાથમાં થોડીવાર સ્ક્રોલ કરો અને ઢાંકણુ ખોલીને. તેમાં અંદર ચમચી નાખો અને તેને ધીમે ધીમે બહાર કાઢો.

(2:01 pm IST)