Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

તમે કઈ બ્રાન્ડના મેકઅપનો ઉપયોગ કરો છો?

નવી દિલ્હી : અમેરીકી પોલીસને બનાવટી મેકઅપના ઉત્પાદનમાં પશુઓનું મળ હોવાની વાત જાણવા મળી છે. ભારત તેનું બજાર ૪૦ હજાર રૂપીયાથી વધુનું છે. સીએનએન અનુસાર, જે બ્રાન્ડમાં પશુના મળના અંશ મળી આવ્યા છે, તેમાં પ્રખ્યાત મોડેલ કાઈલી જેનરની બ્રાન્ડ કાઈલી કોસ્મેટિકસ પણ સમાવિષ્ટ છે. લૉસ એન્જેલીસ પોલીસ વિભાગે જણાવ્યું કે, તપાસ દરમિયાન જે સૌંદર્ય ઉત્પાદનોમાં મોટી માત્રામાં જીવાણુ અને પશુના મળ હોવાની પુષ્ટિ થઈ તેવા ઉત્પાદનો તેઓએ જપ્ત કરી લીધા છે.

લૉસ એન્જેલીસ પોલીસ વિભાગના કેપ્ટન માર્ક રીનાએ જણાવ્યું કે સેન્ટી એલીમાં ૨૧ જગ્યાએ દરોડા પાડ્યા બાદ ૭ લાખ ડૉલરનો બનાવટી મેકઅપ ઉત્પાદન જપ્ત કરવામાં આવ્યું. ડિટેકિટવ રિક ઈશિતાનીએ સીએનએન સાથે સંબંધિત કેએબીસીને જણાવ્યું કે, ગેરેજ કે બાથરૂમમાં બનાવાતા ઉત્પાદનોમાં કઈ રીતે મળ મિકસ થઈ જાય છે.

(2:00 pm IST)