Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ગરમીમાં રહો કુલ... ફીટીંગ શર્ટને કહો બાય..બાય..

ગરમીની ઋતુ આવી ગઈ છે અને તમે આવી કડકડતી ગરમીમાં કુલ રહેવાનું પસંદ કરો છો. તો તમારે ડ્રેસીંગ સ્ટાઈલને થોડી ચેન્જ કરવાની જરૂર છે. આ વખતે તમે ટાઈટ-ફીટીંગ કપડાને બાય-બાય કહી દો અને ઢીલા શર્ટથી ટ્રેડિંગ લુક આપો. સમર-ડેમાં શર્ટ ડ્રેસને સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનાવી પહેરવાથી તે તમારા લુકને ટ્રેંડી બનાવી દેશે.ઙ્ગ

ડેનિમ શર્ટ

આ સીઝનમાં છોકરીઓને ડેનિમ શર્ટ સૌથી વધુ પસંદ આવે છે. દર વખતની જેમ આ વખતે પણ તમે ડેનિમ શર્ટ - ડ્રેસ પહેરીને યુનિક અને એટ્રેકિટવ લુક મેળવી શકો છો. ડેનિમ શર્ટ - ડ્રેસમાં ફોલ્ડેડ સ્લીવ્સ ખૂબ જ સુંદર લાગે છે. ખાસ કરીને કોલેજ ગર્લની ડેનિમ શર્ટ - ડ્રેસની ડિમાન્ડ સૌથી વધારે છે.

ફુટવેર પર ફોકસ

જો તમે શર્ટ સ્ટાઇલ મેકસી ડ્રેસ પહેરવા ઈચ્છો છો અથવા તો લૂઝ શર્ટ સાથે વ્હાઈટ શર્ટ પહેરવાનો વિચાર કરી રહ્યા છો તો તેની સાથે હાઈ હીલ ફુટવેર અને સનગ્લાસીસ પહેરવાનું ન ભુલતા. તે તમને કલાસી પરફેકટ લુક આપશે.

વ્હાઈટ સ્લિમ ફિટ જીન્સ

તમે કોઈ પણ શર્ટ સાથે વ્હાઈટ સ્લિમ ફિટ જીન્સ પહેરીને અલગ જ લુક આપી શકો છો. તેની સાથે તમે સ્માર્ટ દેખાતુ ક્રોપ ટોપ અથવા લુઝ શર્ટ પહેરીને લોકોને ઈમ્પ્રેસ કરી શકો છો.

વેસ્ટ ટાય છે યુનિક

શરીરે જાડી છોકરીઓ ઉપર તો અસીમિટ્રીક પેટર્ન સુંદર લાગે છે. પરંતુ, સ્લિમ ફિગરવાળી છોકરીઓ આ પેટર્નની ડ્રેસ પહેરવા ઇચ્છે છે. તો તેને વેસ્ટ બેલ્ટ સાથે પહેરો. કમર ઉપર એક ટ્રેંડી બેલ્ટ અથવા ફેબ્રિક ટાઈ બાંધીને તે સ્ટાઇલીશ લુક મેળવી શકે છે.

(2:00 pm IST)