Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ઓટો-ટેકસી ચાલકોને મોટી રાહતઃ હવે કોમર્શિયલ લાઇસન્સની નહીં પડે જરૂર

નવી દિલ્હી તા. ૧૮ : માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા વાહન ચલાવનારાને લાઇસન્સના મામલે મોટી રાહત અપાઇ છે. હવે ટેકસી, ઓટો રિક્ષા, ઇ-રિક્ષા અને ટુ-વ્હિલર ચાલકોને કોમર્શિયલ લાઇસન્સની જરૂર નહીં પડે. મોટી રાહત એ છે કે, કોમર્શિયલ વાહનો માટે પણ કોમર્શિયલ લાઇસન્સની જરૂરીયાત નહીં પડે. માર્ગ પરિવહન મંત્રાલયે આ નિર્ણયને લઇ સૂચી પણ જાહેર કરી છે.

સરકારના આ નિર્ણયથી લાખો ટેકસી, ઓટો-રિક્ષા, ઇ-રિક્ષા અને બીજા ડ્રાઇવરોને રાહત મળશે. એવા ડ્રાઇવરોને હવે કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ લેવાની જરૂરિયાત નહીં રહે.જે વાહનો માટે છૂટ આપવામાં આવી છે, તેમાં વગર ગેર વાળી મોટરસાઇકલ, ગેરવાળી મોટરસાઇકલ, લાઇટ વેટ કાર, ઇ-રિક્ષા અને ઓટો-રિક્ષા સામેલ છે.

આ એડવાઇઝરી સુપ્રીમ કોર્ટના જુલાઇ ૨૦૦૭માં આપવામાં આવેલ એક આદેશ બાદ જાહેર કરાઇ છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ગાડીનો વિમો વાહન શ્રેણીથી સંબંધિત છે, જેના લાઇસન્સથી કોઇ સંબંધ નથી.(૨૧.૭)

(1:59 pm IST)