Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ATM ખાલીઃ રાજકારણ ગરમાયુઃ રોકડની અછતનું કોઇ કનેકશન કર્ણાટકની ચૂંટણી સાથે છે?

નવી દિલ્હી તા. ૧૮ : હજી નોટબંધીનો ઘા દેશના લોકો માંડ-માંડ દૂર કરી રહ્યા હતા ત્યા ફરીથી દેશમાં રોકડને લઇને તંગી જોવા મળી રહી છે. દેશના એટીએએમમાં No Cashના બોર્ડ જોવા મળી રહ્યાં છે જેને લઇને લોકોને ભારે હાલાકી ભોગવવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વીડનમાં દેશને મજબૂત આર્થિક હાલતને લઇને બેઠક કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં પ્રમુખ વિપક્ષ દળ હાલના સંકટને નોટબંધી સાથે જોડી રહી છે. કેટલાંક વિપક્ષ દળોનું માનવું છે ભાજપે રોકડનું સંકટ કર્ણાટક ચૂંટણીને લીધે ઉભુ કર્યું છે. કર્ણાટકમાં ૧૨ મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાશે જેના માટે હાલમાં તે રાજયમાં રોકડની ભારે માગ ઉભી થઇ છે.

ચૂંટણી દરમિયાન રેલીને લઇને થનારા ખર્ચને પહોંચી વળવા પાર્ટી તરફથી ભારે માત્રામાં રોકડ ઉપાડવામાં આવી છે જેનો ઉપયોગ ચૂંટણીમાં કરવામાં આવશે, જો કે હજી સુધી આવો કોઇ મામલો સામે આવ્યો નથી.(૨૧.૧૫)

(1:58 pm IST)